Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

૨૪ કલાકમાં ૮૬૪૩૨ નવા કેસ : કુલ સંખ્યા ૪૦ લાખને પાર

ભારતમાં કુદકેને ભૂસકે કોરોના વાયરસના દર્દીઓ વધી રહ્યા છે : એક દિવસમાં ૧૦૮૯ લોકોના મોત : કુલ મૃત્યુઆંક ૬૯૫૬૧ : ૩૧૦૭૨૨૩ સાજા થયા : ૮૪૬૩૯૫ એકિટવ કેસ : અત્યાર સુધીમાં ૪૭૭૩૮૪૯૧નું ટેસ્ટીંગ થયું

નવી દિલ્હી તા. ૫ : ભારતમાં કોરોના વાયરસ વધુને વધુ બિહામણો બનતો જાય છે. અને દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ૪૦ લાખને પાર કરી ગઇ છે. કોરોનાના નવા કેસ રોજેરોજ નવા નવા રેકોર્ડ બનાવી રહ્યા છે.

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૮૬૪૩૨ નવા કેસ સામે આવ્યા છે અને ૧૦૮૯ લોકોના મોત થયા છે. નવા કેસ આવ્યા બાદ દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને ૪૦,૨૩,૧૭૯ થઇ ગઇ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યારે ૮,૪૬,૩૯૫ એકટીવ કેસ છે જ્યારે અત્યાર સુધીમાં ૬૯૫૬૧ લોકોના મોત થયા છે. તો રાહતની વાત એ છે કે ૩૧૦૭૨૨૩ લોકો સાજા પણ થયા છે. દેશમાં સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ મહારાષ્ટ્રની છે ત્યાં રોજે રોજે નવા નવા કેસ નોંધાય રહ્યા છે અને મૃતકોની સંખ્યા વધી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં ૪૭૭૩૮૪૯૧ લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે જે પૈકી ૧૦૫૯૩૪૬નું ગઇકાલે ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું.

દેશના છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કેસ

* મહારાષ્ટ્રઃ ૧૯,૨૧૮

* આંધ્રપ્રદેશઃ ૧૦,૭૭૬

* કર્ણાટકઃ ૯,૨૮૦

* ઉત્ત્।રપ્રદેશઃ ૬,૧૯૩

* તમિલનાડુઃ ૫,૯૭૬

* પુણેઃ ૩,૬૦૦

* ઓડિશાઃ૩,૨૬૭

* પશ્ચિમ બંગાળઃ ૨,૯૭૮

* બેંગ્લોરઃ ૨,૯૬૩

* દિલ્હીઃ ૨,૯૧૪

* આસામઃ ૨,૮૯૧

* છત્ત્।ીસગઢઃ ૨,૫૯૯

* કેરળઃ ૨,૪૭૯

* તેલંગાણાઃ૨,૪૭૮

* બિહારઃ૧,૯૭૮

* થાણેઃ ૧,૯૩૪

* મુંબઇઃ ૧,૯૨૯

* હરિયાણાઃ૧,૮૮૪

* મધ્યપ્રદેશઃ ૧,૬૫૮

* રાજસ્થાનઃ ૧,૫૭૦

* ઝારખંડઃ ૧,૫૫૯

* પંજાબઃ ૧,૪૯૮

* ગુજરાતઃ ૧,૩૨૦

* જમ્મુ-કાશ્મીરઃ ૧,૦૪૭

* ઉત્ત્।રાખંડઃ ૮૩૧

* ત્રિપુરાઃ ૬૯૧

* પુડ્ડુચેરીઃ ૫૯૧

* ગોવાઃ ૫૦૮

* હિમાચલ પ્રદેશઃ ૨૧૫

* ચંડીગઢઃ૨૦૩

* અરુણાચલ પ્રદેશઃ ૨૦૧

* મેઘાલયઃ ૧૦૮

* સિક્કિમઃ ૧૦૫

* લદાખઃ ૯૫

*મણિપુરઃ ૯૦

(12:58 pm IST)