Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

મોન્સૂન સત્રમાં સાંસદોને લાવવો પડશે કોરોનાનો નેગેટીવ રિપોર્ટ

પોઝિટિવ આવશે તો આઇસોલેશનમાં રહેવું પડશે

નવી દિલ્હી તા. ૫ : સંસદના ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થયેલા મોન્સૂન સત્રમાં ભાગ લેવા માટે સાંસદોને તેમની, તેમના પરિજનો અને નજીકના સભ્યો અને નજીકના સંપર્કવાળા વ્યકિતઓની કોરોના નેગેટિવ રિપોર્ટ લાવવો પડશે. લોકસભા અને રાજયસભા સચિવાલયો દ્વારા બહાર પડાયેલા નિર્દેશો મુજબ, નજીકના સંપર્કવાળા વ્યકિતઓમાં સાંસદોના પ્રાઇવેટ સેક્રેટરી, પ્રાઇવેટ સચિવ, ચાલાક અને ઘરેલુ સહાયક તેમજ સહાયિકા સામેલ છે.

 

સાંસદોનો કોરોના ટેસ્ટ મોન્સુન સત્ર થવાના ૭૨ કલાક પહેલા કરવો પડશે. આ ટેસ્ટ તેઓ તેમના સંસદીય ક્ષેત્ર અથવા સંસદ પરિસરમાં કરાવી શકે છે. પોઝિટિવ થશે તો સંસદને ડોકટરની સલાહ મુજબ, આઇસોલેશનમાં જવું પડશે અથવા હોસ્પિટલમાં ભરતી થવું પડશે.

જો સાંસદનો કોઈ પરિજન અથવા પ્રાઇવેટ સહાયક અથવા ઘરેલુ સહાયક પોઝિટિવ આવે છે તો સાંસદને હાઈ રિસ્કમાં ઝોનમાં માનવામાં આવશે અને તેમને ૧૪ દિવસના કોરોન્ટાઇનમાં જવું પડશે. નવ પેઇઝના આદેશો મુજબ, સાંસદો ઉપરાંત લોકસભા અને રાજયસભા સચિવાલયના કર્મચારીઓને પણ તેમનો કોરોના ટેસ્ટ કરાવવો પડશે. તેમાં મંત્રાલયોના અધિકારીઓથી માંડીને મીડિયાના લોકો પણ સામેલ છે.(

(12:57 pm IST)