Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

એક જ યાત્રીકને લઇને દોડી ટ્રેન

મહિલા યાત્રીની હઠ સામે આંદોલનકારીઓ અને રેલ્વે તંત્રએ નમતુ જોખવુ પડયુ

રાંચી તા. ૫ : ઝારખંડની એક માત્ર મહિલા યાત્રી સાથે ટ્રેન દોડી અને ૫૩૫ કિ.મી. નું અંતર કાપી રાંચી પહોંચી હતી.

વાત એમ બની હતી કે ટાલટનગંજ સ્ટેશન પર રાજધાની એકસપ્રેસને આંદોલનકારીઓએ અટકાવી હતી. પરંતુ અનન્યા નામની એક યુવતિએ જીદ પકડી રાખી કે હું રાજધાની એકસપ્રેસમાં જ રાંચી પહોંચીશ. જો બસમાં જવુ હોત તો ટ્રેનની ટીકીટ જ શા માટે લેત. પોતાની હઠ પર ટસથી મસ ન થયેલ યુવતિ સામે અંતે આંદોલનકારીઓએ નમતુ જોખવુ પડયુ હતુ. ૯૩૦ યાત્રીઓ સાથેની આ ટ્રેનમાંથી ૯૨૯ યાત્રીઓએ તો આંદોલનકારીઓને જોઇને ચાલતી પકડી હતી અને અન્ય વાહનોમાં પોતાના ગંતવ્ય સ્થાનો પર રવાન થઇ ગયા હતા. પરંતુ એક માત્ર મહીલા યાત્રી જાઇશ તો રાજધાની એકસપ્રેસમાં જ જાઇશ તેવી હઠ લઇને બેઠી રહી હતી. અંતે તે એક માત્ર મહિલા પ્રવાસીને લઇને ડાલટનગંજથી ગયા સુધી ટ્રેનને પાછી લઇ જઇ ગોમો અને બોકારો થઇ રાત્રે ૧.૪૫ વાગ્યે રાંચી પહોંચાડવામાં આવી હતી.

છેને આશ્ચર્ય પામવા જેવું આખી ટ્રેનમાં એક માત્ર આ મહિલા પ્રવાસીએ આરામથી ૩૫૩ કિ.મી.ની યાત્રા કરી સંતોષ માન્યો હતો. સ્પેશ્યલ મોટરની વ્યવસ્થાની વિનંતીને પણ ઠુકરાવી દીધી અને ધાર્યુ કરી બતાવ્યુ હતુ.

(2:40 pm IST)