Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

કમલા હેરિસના જીવનમાંથી ઘણું શિખવા જેવું

ભારતીય મુળના કમલા છે અમેરિકન ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર

વોશીંગ્ટન, તા. પ :  ભારતીય મુળના સેનેટર કમલા હેરિસને અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટીક પક્ષ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવાયા છે. જો કે કમલા હેરિસના માતા-પિતાએ પ્રતિષ્ઠીત કેરીયર પામવા માટે ઘણી મહેનત કરી હતી પણ કમલાએ પણ આગળ આવવા માટે સિસ્ટમની ઘણી અડચણોનો સામનો કરવો પડયો હતો. તેમણે પોતાની સફરમાં જે અનુભવો મેળવ્યા તે કોઇ પણ સફળ બીઝનેસમેન જેવા જ છે.

સફળ બીઝનેસમેન એ જ હોય છે જે પોતાના ઉદેશ્યને જાણતા હોય છે. તે પોતાનાં અહમને સાઇડમાં મુકીને સમયની સાથે ચાલે છે અને બીજાને પણ પ્રોત્સાહિત કરે છે. જે રીતે કમલા હેરીસે પોતાના ઉદ્દેશ્યને હાંસલ કર્યો તે જ રીતે એક સફળ બીઝનેસમેન બનવા માટે આપણે પણ આપણા ઉદ્દેશને હાંસલ કરવા સતત આગળ વધતું રહેવું જોઇએ. હાર્યા પછી પણ રોકાઇ ન જતા આગળ વધતા રહેવું જોઇએ.

હેરિસમાંથી દરેક બીઝનેસમેને પણ શીખવું જોઇએ કે કેવી રીતે પોતાના હરિફો સાથે પણ સારા સંબધો બનાવવા જોઇએ. કમલા હેરિસમાં એ કાબેલિયત છે કે તે પોતાની આસપાસની કોઇ પણ વ્યકિત હોય તેની સાથે મજબૂત સંબંધો બનાવી લે છે.

(2:41 pm IST)