Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

મની લોન્ડ્રિંગની તપાસમાં મોટો ખુલાસોઃ ડ્રગ્સ ખરીદવા વેચવાનું કામ પણ કરતી હતી રિયા

રિયા ચક્રવર્તીની વોટસએપ ચેટની તપાસમાં ડ્રગ્સની સપ્લાય, ખરીદી, વેચાણ અને સેવનમાં પણ તેનો મોટો ભાગ હોવાની વાત સામે આવી છે

મુંબઇ, તા.૫: સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે ડ્રગ એંગલનો તપાસ કરી રહેલી નારકોટિકસ કંટ્રોલ બ્યૂરો (NCB)ની ટીમનો ગાળીયો રિયા ચક્રવર્તી પર કસાતો જઇ રહ્યો છે. સૂત્રો મુજબ, મની લોન્ડ્રિંગની તપાસ દરમિયાન કેન્દ્રીય તપાસ એજન્સીઓ રિયાનાં મોબાઇલથી NDPS એકટમાં આવનારા ડ્રગ્સની સપ્લાય, સેવન અને તેનાં ખરીદ વેચાણમાં રિયાનો મોટો ભાગ હોવાનું સામે આવ્યું છે. આપને જણાવી દઇએ કે, તપાસ એજન્સીએ આ મામલાનાં મૂળ સુધી પહોંચવા માટે રિયાનાં ફોનનો કલોન તૈયાર કર્યો હતો. જેમાં ડ્રગ્સ સાથે જોડાયેલી તમામ માહિતી હતી.

આ મામલે જોડાયેલાં દસ્તાવેજ નારકોટિકસ કંટ્રોલ બ્યૂરોને સોંપી દેવામાં આવ્યાં છે. રિયાનાં વોટ્સએપ ચેટની તપાસમાં રિયાનાં ડ્રગ્સની સપ્લાય, ખરીદી-વેચાણ સેવનનાં કિસ્સામાં અહમ ભૂમિકા છે તેની. તેથી NDPS એકટની કલમ 20(b)/૨૨/૨૭/૨૮/૨૯ હેઠળ રિયા ચક્રવર્તી પર કેસ બને છે.

આપને જણાવી દઇએ કે, સુશાંત સિંહ રાજપૂતનાં મોત કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી નારકોટિકસ કંટ્રોલ બ્યૂરો (NCB)ની ટીમને ભલે રિયાનાં દ્યરમાંથી કંઇ પૂરાવા ન હાથ લાગ્યા હોય પણ આ મામલે રિયાની ધરપકડ થઇ શકે છે. આપને જણાવી દઇએ કે NDPS કાયદા મુજબ આ જરૂરી નથી કે, કોઇ વ્યકિત કે આરોપીની પાસે ડ્રગ્સ મળે તો જ તેની ધરપકડ થઇ શકે કે સજા થઇ શકે.

NDPS એકટ ઘણી કલમોમાં જો કોઇ વ્યકિત પાસથી ડ્રગ્સ ડિલ થયા હોવા દસ્તાવેજ એટલે કે વોટ્સએપ ચેટ, ડ્રગ્સની ખરીદ વેચાણમાં મની ટ્રેલનાં પૂરાવા કે CRD કોલ ડિટેલ્સની રેકોર્ડ મળે તો પણ તેની ધરપકડ થઇ શકે છે. આ તમામમાં સૌથી અહમ NCBના સામે NDPS એકટ, ૧૯૮૫ની કલમ ૬૭ હેઠળ આરોપીઓનાં નિવેદન સૌથી મહત્વપૂર્ણ સાબિત થાય છે. NCBના સામે આપેલું નિવેદન કોર્ટમાં આપેલાં નિવેદન બરાબર માનવામાં આવે છે.

NDPS એકટનાં કાયદાઓને જોતા એ વાત તો સ્પષ્ટ છે કે, આગામી થોડા સમયમાં શૌવિક અને સૈમ્યુઅલની સમસ્યાઓ વધી શકે છે અને રિયાનાં ગળે ગાળીયો કસાઇ શકે છે.

(3:15 pm IST)