Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

કોરોનાઃ અમેરિકા-બ્રાઝીલ કરતા પણ ભારતની સ્થિતિ વધુ ભયાનક બની

ભારતમાં માત્ર ૧૩ દિવસમાં ૧૦ લાખ કેસ નોંધાયા

નવી દિલ્હી તા. પઃ ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૪૦ લાખને પાર કરી ગઇ છેઃ ૧૩ દિવસમાં જ ૧૦ લાખ કેસ નોંધાયાઃ જે વિશ્વમાં સૌથી ઝડપી રફતાર છે સૌથી વધુ અસરગ્રસ્ત અમેરિકા-બ્રાઝીલમાં ૧૩ દિવસમાં કેસ ૧૦ લાખ નથી નોંધાયાઃ અમેરિકામાં ૧૩ દિવસમાં ૪.૯૮ લાખ નવા દર્દીઓ મળ્યા તો બ્રાઝીલમાં આ આંકડો ૪.૬૪ લાખનો છેઃ આ જ સ્થિતિ રહી તો ભારત ટુંક સમયમાં બ્રાઝીલને પછાડી કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં બીજા ક્રમે આવી જશે. અમેરિકાને ૧ થી ૧૦ લાખ કેસ થવામાં ૯૮ દિવસ લાગ્યા તો બ્રાઝીલને ૧૧૪ તો ભારતને ૧૩૮: આ જ રીતે ૧૦ થી ર૦ લાખ થવામાં દિવસોની સંખ્યા ઘટી હવે ૩૦ થી ૪૦ લાખ કેસ થવામાં અમેરિકા ને ૧પ દિ તો બ્રાઝીલને રપ તો ભારત ને ૧૩ દિવસ લાગ્યા.

(3:18 pm IST)