Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

Oyo કર્મચારીઓ પર સંકટના વાદળઃ કહ્યુ- નોકરી છોડો અથવા ૬ મહિના...

નવી દિલ્હી, તા.૫: કોરોના સંકટમાં હોટલ કંપની ઓયો ઈન્ડિયાએ તેના કર્મચારીઓને મોટો ઝટકો આપ્યો છે. જણાવી દઇએ કે, Oyo એ મર્યાદિત લાભો સાથે રજા પર મોકલવામાં આવેલા કર્મચારીઓની સામે પોતે કંપનીથી અલગ થવા અથવા છ મહિના માટે રજાઓને વધુ સ્થળાંતર કરવાની દરખાસ્ત કરી છે.

Oyoનાં કર્મચારીઓને સંબોધન કરતા અધિકારી રોહિત કપૂરે કહ્યું, અમે જાણીએ છીએ કે તમને રોકી રાખવા પડકારજનક છે. પરંતુ આ એક એવી સ્થિતિને કારણે થયું છે જે ન તો તમારા નિયંત્રણમાં છે અને ન અમારા. તમે કંપનીથી પોતાની ઇચ્છાથી દૂર થઈ શકો છો અથવા છ મહિના માટે અને ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી મર્યાદિત ફાયદા સાથે અલગ થઇ શકો છો.

કપૂરે કહ્યું કે, આદર્શ સ્થિતિમાં Oyo કયારેય આવું ન કરતા. અમે જાણીએ છીએ કે તમે અમારી પાસેથી દ્યણી અપેક્ષા રાખી હતી, પરંતુ અમે આ માટે દિલગીર છીએ. અમે હાલમાં એવી દુનિયામાં જીવીએ છીએ જયાં બધું આદર્શથી બહુ દૂર છે.

(3:36 pm IST)