Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

ઉંદરોના કોરાનાને રોકવામાં જહોનસન એન્ડ જહોનસન રસી સફળ

હવે માણસો પર કરવામાં આવી રહ્યું છે પરીક્ષણ

નવી દિલ્હી, તા.૫: અમેરિકન મલ્ટીનેશનલ કંપની જહોનસન એન્ડ જહોનસનની ભાગીદારીમાં વિકસિત કોવિડ -૧૯ રસીના ટેસ્ટિંગમાં જાણવા મળ્યું છે કે તેનાથી એવી એન્ટિબોડી બની કે તેનાથી ઉંદરને નોવેલ કોરોના વાયરસના સંક્રમણથી બચાવી શકાય. એક અભ્યાસમાં એ વાત સામે આવી છે જે નેચર મેડિસિન પત્રિકામાં પ્રકાશિત કરાઇ છે.

આ અભ્યાસ મુજબ આ રસીથી સીરિયન સોનેરી ઉંદરમાં મજબૂત રોગપ્રતિકારક શકિતમાં વધારો થયો છે અને તેમને ન્યુમોનિયા જેવા ઘણા રોગો અને મૃત્યુથી બચાવી શકાય. આ રસીને જહોનસન એન્ડ જહોન્સન અને બર્થ ઇઝરાઇલ ડીકોનેસ મેડિકલ સેન્ટર (બીઆઈડીએમસી)એ સંયુકત રીતે વિકસિત કરી છે. તેમાં સામાન્ય શરદી-તાવના વાયરસ 'એડેનોવાયરસ સીરોટાઇપ ૨૬' (એડી ૨૬) નો ઉપયોગ કરાયો છે.

બીઆઈડીએમસી સેન્ટર ફોર વાયરોલોજી અને વેકસીન રિસર્ચના ડિરેકટર ડેન બરુચે જણાવ્યું હતું કે અમે તાજેતરમાં જોયું કે એડી૨૬ આધારિત SARS-CoV-2 રસીને વાંદરાઓની અંદર એક મજબૂત સુરક્ષા સલામતી સિસ્ટમ વિકસાવી અને હવે તેનું માણસો પર પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે વાંદરાઓને સામાન્ય રીતે વધારે ગંભીર રોગો હોતા નથી અને આથી આ અભ્યાસ કરવો જરૂરી હતો કે શું રસી ઉંદરને ગંભીર નિમોનિયા અને SARS-CoV-૨દ્મક મોતથી બચાવી શકે છે.

(3:37 pm IST)