Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

સાઇબર સિક્યોરિટી રિસર્ચે ગૂગલ પ્લે સ્ટોર પરની 6 ખતરનાક એપ્સ શોધી કાઢી જે જોકર માલવેર થી સંક્રમિત: એપ્સ અત્યાર સુધી 2 લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી લીધી

નવી દિલ્હીઃ સ્માર્ટફોન ધારકો માટે 6 એપ્સ બહુ ખતરનાક છે. તે જોકર માલવેરથી સંક્રમિત છે. ગૂગલે તેની શોધી પોતાના પ્લેસ્ટોરમાંથી હટાવી દીધી છે. નવાઇની વાત છે કે એપ્સ અત્યાર સુધી 2 લાખથી વધુ યુઝર્સે ડાઉનલોડ કરી લીધી છે.

સાઇબર સિક્યોરિટી રિસર્ચે ગૂગલ પ્લે સ્ટોર પરની 6 ખતરનાક એપ્સ શોધી કાઢી છે, જે જોકર માલવેરથી સંક્રમિત છે. એપ્સ અત્યાર સુધી 2 લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી લીધી છે. સાયબર સિક્યોરિટી ફર્મ Pradeoના રિપોર્ટ મુજબ 6 એપ્સ કન્વિનીયન્ટ સ્કેનર 2, સેફ્ટી એપલોક, પુશ મેસેજ-ટેક્સટિંગ એન્ડ એસએમએસ, ઇમોજી વૉલપેપર, સેપરેટ ડૉક સ્કેનર અને ફિંગરટિપ ગેમબોક્સ છે.

તાકીદે હટાવવાની સલાહ

રિપોર્ટમાં કહેવાયું છે કે ખતરનાક એપ્સને ગૂગલ પ્લે સ્ટોરથી હટાવી દેવાઇ છે. પરંતુ હજુ પણ જે સ્માર્ટફોનમાં એપ્સ છે, તે યુઝર્સે તાકદી તેને હાટવી દેવી જોઇએ. વાસ્તવમાં (Clown malware) ડિવાઇસમાં આવ્યા બાદ યિઝર્સને પ્રીમિયમ સર્વિસ માટે માહિતી વિના સબ્સક્રાઇબ કરી દે છે. અગાઉ 2017માં ગૂગલે આવી 1700 એપ્સ પ્લેટસ્ટોરમાંથી હટાવી હતી. જો કે એપ્સ નવા-નવા સ્વરુપે આવતી રહે છે. તેથી સાવધાની જરુરી છે.

6 એપ્સની કામગીરી

ગૂગલ પ્લેસ્ટોર પર આપવામાં આવેલી માહિતીના આધારે જાણવા મળ્યું છે કે કઇ એપ્સ યુઝર્સ ક્યા કામ માટે ડાઉનલોડ કરતા હતા.

1. Convenient Scanner 2 એપ તમારા ડોક્યુમેન્ટ સ્કેન કરી, તેને -મેઇલ કે પ્રિન્ટ માટે મોકલવાનું કામ કરે છે.

2. Safety AppLockનું કામ કોઇ એપ્સને પેટર્ન કે પાસવર્ડથી લોક કરવાનું છે.

3. Push Message-Texting & SMS એક એસએમએસ એને મેસેજિંગ એપ છે. જેમાં રિંગટોનથી લઇ વાઇબ્રેશન પેટર્ન સુધી કસ્ટમાઇઝ કરી શકાતું હતું.

4. Emoji Wallpaper એપનો ઉપયોગ ફોનનો બેકગ્રાઉન્ડ બદલવા માટે કરાતો હતો.

5. Separate Doc Scanner પણ એક ડોક્યુમેન્ટ્સ સ્કેનર એપ હતી.

6. FingerTip Gamebox ગેમિંગ એપ્સ હતી.

(5:04 pm IST)