Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

એલઓસી ઉપર રહસ્‍યમય ગોળીબારોથી લશ્‍કર પરેશાનઃ ગયા અઠવાડીયે ૨ જવાનો શહીદ થયા

જમ્‍મુઃ (સુરેશ ડુગ્‍ગર) એલઓસી ઉપર અમલી યુધ્‍ધ વિરામ વચ્‍ચે રહસ્‍યમયી ગોળીબારો સ્‍નાઇપર શોટની ઘટનાઓને લીધે સેના પરેશાન થઇ ગઇ છે. અત્‍યાર સુધીમાં ૧૩૬ જવાનો આ ઘટનાઓમાં શહીદ થયા છે અને આ માટે કોઇને દોષીત ઠેરવી શકાય એવી સ્‍થિતિ નથી. નહિ તો સીઝફાયર દાવ પર લાગી જાય તેમ છે. ગયા અઠવાડીયે જ આવી ઘટનામાં ૨ જવાનો એલઓસી ઉપર શહીદ થયા હતા.

આ પ્રથમ ઘટના નથી કે જેમાં સ્‍નાઇપર શોટથી જવાનો શહીદ થયા હોય. એલઓસી ઉપર આવી રહયસ્‍યમયી ગોળીબારોની ૧૭ વર્ષથી ચાલુ સીઝફાયરના સમય દરમિયાન ૧૩૬મી ઘટના છે અને ૧૩૬ જવાનો શહીદ થઇ ચુકયા છે. આ વર્ષે જુન પછી ૭ જવાનોને લશ્‍કર એલઓસી ઉપર ગુમાવી ચુકી છે.

આ રહસ્‍યમયી ગોળીબારો પાછળ પાકિસ્‍તાન લશ્‍કરનાએ નિશાનબાજ છે જે સ્‍નાઇપર રાયફલોથી ભારતીય જવાનોને નિશાન બનાવી રહયા છે. અનેક વાર ફલેગ મિટીંગોમાં ભારતે આ પશ્‍ન ઉઠાવ્‍યો છે પણ પાક લશ્‍કર આવી કોઇ ઘટના અંગે સતત ઇન્‍કાર કરી રહી છે.

(5:23 pm IST)