Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

રાજકોટની એડ્વર્ટાઇઝમેન્ટ ક્ષેત્રની ટોચની એજન્સી ચારુ પબ્લીસીટીવાળા હરીશભાઈ પારેખનું કોરોના ને કારણે દુ:ખદ નિધન

રાજકોટમાં સર્કસ, જાદુગર સહિતના મનોરંજન કાર્યક્રમ લાવવામાં પણ સિંહફાળો : અકિલા સાથે વર્ષો જૂનો આત્મીય નાતો

રાજકોટ : રાજકોટની એડવર્ટાઈઝમેન્ટ ક્ષેત્રની ટોચની એજન્સી ચારુ પબ્લીસીટીવાળા હરીશભાઈ પારેખનું આજે કોરોનાથી દુઃખદ નિધન થયું છે. મળતાવડા સ્વભાવના અને અકિલા પરિવાર સાથે વર્ષો જૂનો આત્મીય નાતો ધરાવતા હરીશભાઈ પારેખના અચાનક નિધનથી અકિલા પરિવારે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરીને બે મિનિટ મૌન પાળીને સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

રાજકોટમાં સર્કસ,જાદુગર સહિતના મનોરંજક કાર્યક્રમો લાવવામાં હરીશભાઈનો સિંહફાળો રહ્યો હતો, તેઓના પિતા મુળજીભાઈ ગુલાબચંદભાઈ પારેખ ( ફૂલછાબ-નૂતન સૌરાષ્ટ્ર ) વર્ષ 1952-53માં પહેલીવાર ગાડામાં સર્કસ લાવેલ હતા, પિતાના પગલે 1984માં હરીશભાઈએ પણ રાજકોટમાં સર્કસ લાવવાનું શરૂ કર્યું હતું.

હરીશભાઈના મોટાભાઈ રમેશભાઈ ( ઍરોઝ એડવાઇટાઇઝિંગ) જામનગર ખાતે રહે છે અને રાજકોટ વોર્ડ ન.1 ના પૂર્વ કોર્પોરેટર ચારુબેન ચૌધરી તેમના નાના બહેન થાય છે.

પિતાના વ્યવસાયને આગળ વધારતા હરીશભાઈ સર્કસ અને અલગ અલગ મેળાના પ્રમોટર બન્યા હતા,ગુજરાતમાં પહેલીવાર અમરનાથ યાત્રા કરવાનો શ્રેય હાંસલ કરનાર હરીશભાઈ તેમની પાછળ તેના ધર્મપત્ની હર્ષિદાબેન, પુત્રી વષુંધા આશિષભાઇ કુરાણી ,પુત્ર મૌલિક, પુત્રવધુ અર્ચના તથા પૌત્ર દક્ષ અને દોહિત્રી પ્રિશાને વિલાપ કરતા છોડી ગયા છે,

(8:52 pm IST)