Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

ભારતીય સ્ત્રીઓ સેક્સલેસ, પુરૂષો રિપલ્સિવ : અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ રિચર્ડ નિકસન

રિચર્ડ નિકસનની ટેપમાં ભારતીયો વિશે અભદ્ર કોમેન્ટો : ટેપમાં નિક્સન એવું કહેતાં સંભળાય કે ભારતીય સ્ત્રીઓ કદરૂપીે, કેવી રીતે બાળકો પેદા કરે છે તે જ સમજાતું નથી

વૉશિંગ્ટન, તા. ૫ : અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ રિચર્ડ નિક્સને ભારતીય મહિલાઓ વિશે વર્ષો પહેલાં અભદ્ર કહી  શકાય તેવી ટિપ્પણીઓ કરી હતી. તેમણે ભારતીય મહિલાઓ સેક્સલેસ છે તેમ કહીને તેમની મજાક ઉડાવી હતી. આ અંગેની ટેપ હવે જાહેર કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. ટેપમાં નિક્સન એવું કહેતાં સંભળાય છે કે ભારતીય સ્ત્રીઓ એકદમ કદરૂપી હોય છે. કોણ જાણે તેઓ કેવી રીતે બાળકો પેદા કરે છે. અમેરિકાના આર્કાઇવલ ડેટાની કેટલીક વિગતો પ્રિન્સટનના કેળવણીકાર ગેરી વાઝને  મળી હતી. એમાં બહાર આવેલી આ ટેપમાં પ્રમુખ રિચર્ડ નિક્સન કહે છે કે દુનિયામાં સૌથી કદરૂપી મહિલાઓ ભારતમાં જોવા મળતી હતી. વ્હાઇટ હાઉસમાં એક બેઠક દરમિયાન નિક્સને કહ્યું હતું કે ભારતની મહિલાએા અનહદ દયામણી હતી અને પુરૂષો રિપલ્સિવ હતા.

                   આ વાત વ્હાઇટ હાઉસમાં ૧૯૭૧ના જૂનમાં થઇ ત્યારે રિચર્ડ નિક્સન ઉપરાંત આ બેઠકમાં ત્યારના અમેરિકી વિદેશ પ્રધાન હેનરી કિસિંજર અને અમેરિકી ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ એચ આર હોલ્ડમેન પણ હાજર હતા. રિચર્ડ નિક્સન પ્રેસિડેન્શ્યલ લાયબ્રેરી એન્ડ મ્યુઝિયમમાં રહેલા આ ડેટાને ડિક્લાસીફાય કરાવવા માટે વાઝે કાનૂની નિષ્ણાતોની મદદ લીધી હતી. ત્યારબાદ વાઝે આ ટેપ મેળવી હતી. આ ટેપમાં નિક્સન બોલી રહ્યા છે કે દુનિયામાં સૌથી કદરૂપી સ્ત્રીઓ ભારતની હોય છે એમાં કોઇ શંકા નથી.આ  લોકો એકદમ સેક્સલેસ હોય છે. ઘણા લોકો આફ્રિકી મહિલાઓની વાત કરે છે પરંતુ એ લોકોમાં જાનવરો જેવો ચાર્મ (આકર્ષણ ) હોય છે જ્યારે ભારતીય સ્ત્રીઓ તો દયામણી હોય છે. 'એ લોકો મને ટર્ન ઑફ કરી દેછે જ્યારે બીજા (દેશોની મહિલાઓ ) મને ટર્ન ઓન કરી દે છે. ૧૯૭૧માં ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે ભારતને ડરાવવા અમેરિકાએ બંગાળના અખાતમાં અમેરિકી યુદ્ધનૌકાએા મોકલી હતી. જોકે ત્યારના વડાંપ્રધાન ઇંદિરા ગાંધી અમેરિકાના આવા પગલાંથી જરાય ડર્યાં નહોતાં. તેમની આગેવાની હેઠળ ભારતીય લશ્કરે પૂર્વ પાકિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરી દીધું હતું અને બાંગ્લાદેશનો જન્મ થયો હતો.

(8:57 pm IST)