Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

સરકાર ઓફિસોમાંથી કર્મીને ભગાડી રહી છે

કોરોનાના નામે સરકાર લોકોને ડરાવે છે

નવી દિલ્હી,તા.૫ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખાનગીકરણના મુદ્દે સરકારને ઘેરીને કહ્યું હતું કે, ઓછામાં ઓછું શાસન અને વધારેમાં વધારે ખાનગીકરણ કરવું તે આ સરકારની નીતિ છે. તેમણે દાવો કર્યો હતો કે, કોરોનાનું તો બહાનુ છે, હકીકતમાં કોરોનાના નામે આ સરકાર સરકારી ઓફિસોમાંથી કાયમી કર્મચારીઓની બાદબાકી કરવા માંગે છે, યુવાઓના ભવિષ્ય સાથે રમત કરવા માંગે છે અને પોતાના મિત્રોને આગળ વધારવા માંગે છે. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો છે કે, કોરોનાના નામે આ સરકાર નવી નોકરીઓ પર રોક લગાવી રહી છે.આ દેશમાંથી વિકાસ ગાયબ છે અને સાથે સાથે પાંચ ટ્રિલયન ડોલરની ઈકોનોમી બનાવવાની વાતો પણ ગાયબ થઈ ગઈ છે.સામાન્ય માણસની આવક, દેશની સુરક્ષા પણ ગાયબ છે અને સવાલ પૂછીએ તો સરકારનો જવાબ પણ ગાયબ છે.

(8:58 pm IST)