Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

"ખેલૈયા" ગરબા ફેમ અને અનેક જૈન સ્તવનથી જેમણે સંગીતને સધ્ધરરતા બક્ષી તેવા લોકલાડીલા વિખ્યાત ગાયક કિશોર મનરાજાનું કોરોના અને બીજી બીમારીના કારણે દુખદ અવસાન : હજ્જારો સંગીત - ગરબા પ્રેમીઓમાં શોક નું મૌજુ ફરી વળ્યું

આજે સાંજે 4 વાગ્યે કિશોરભાઈએ મુંબઈની ચૂના ભટ્ટી હોસ્પિટલ ખાતે અંતિમ શ્વાસ લીધા

અનીશ કચ્છી, રાજકોટ દ્વારા : છેલ્લા 40 વર્ષોથી સંગીત સાથે સુર મેળવીને હજારો લોકોને થીરકાવનાર આજે કોરોના સામેની જંગમાં હારી ગયા. કારકિર્દીના દરેક મુકામે દરેક ઘરમાં શ્રીનાથજી સત્સંગ ગુંજતું કરવાનો શ્રેય કિશોર મનરાજાને જાય, સાથે સાથે ગુજરાતની ઓળખ અને યુવાધનના માનીતા ગરબા ગાયક ખેલૈયા ફેમ તેમજ અનેક જૈન સ્તવનથી એમણે સંગીતને સધ્ધરરતા બક્ષી હતી.

"મુક્તિ મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે" જેવા ગીતોથી લોકહૃદયમાં પ્રસ્થાપિત અને કોઈપણ પ્રકારનું સંગીત જેને ગળે શોભે એવા લાડીલા કલાકાર કિશોર મનરાજા આજે એમના અનેક ચાહકો અને ભાવકો ને મૂકી નવરાત્રીના સુર છેડાય એ પહેલા જ આપડી વચ્ચે નથી રહ્યા.

COVID-19 ને લીધે હોસ્પિટલમાં દાખલ થયેલા કિશોરભાઈ કોરોના ને તો માત આપવામાં સફળ રહ્યા હતા, પણ જન્મથી જ એક કિડની કામ ના કરતી હોય, આજે ઝીંદગીના જંગ માં હારી ગયા છે. આખા પરિવારને એડમિટ કરવામાં આવેલ, જેમાંથી પુત્ર હેમલનું 29 મી તારીખે દુઃખદ અવસાન થયું હતું.

પુત્ર હેમલના અવસાનની જાણ પણ કિશોરભાઈને નોહતી કરવા માં આવી. 40 વર્ષ થી ગાતા અને મુંબઈની નવરાત્રીનું અવિભાજ્ય અંગ ગણાતા કિશોરભાઈ મુંબઈની ચૂના ભટ્ટી હોસ્પિટલ ખાતે આજે સાંજે 4 વાગે તેમણે ગયેલા અનેક યાદગાર ગીતોની આપડને સૌ ને ગિફ્ટ આપી પ્રભુધામ ને સુરીલું કરવા નીકળી પડ્યા ત્યારે વેરાવળથી વાપી અને મુંબઈમાં સંગીત રસિકો ને ઘેલું લગાડનાર આ વ્યક્તિત્વ સદાય સંગીતની દરેક મહેફિલે યાદ આવશે. અલવિદા કિશોર મનરાજા.... "આજ સુધી તું શ્યામ હતો પણ રાધા વિનાનો શ્યામ...."

 

(10:47 pm IST)