Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

કોરોના મામલે બ્રાઝીલને પછાડી ભારત વિશ્વમાં બીજા નંબરે:અમેરિકા પ્રથમ: ત્રીજું બ્રાઝીલ અને ચોથું રશિયા

બ્રાઝિલના 40.91.801 કેસ કરતા ભારતમાં સંક્રમિતની સંખ્યા વધુ

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાના 41 લાખથી વધુ કેસ થઇ ગયા છે અને ત્યારે અત્યાર સુધીમાં 70,500થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. બ્રાઝીલમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 40,91,801 છે અને 1,25,500થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. ત્યારે દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકા કોરોના સામે ગોઠણીયે થઇ ચૂક્યું છે. કોરોનાના દર્દીઓના કેસ મામલે તે પહેલા સ્થાને છે. અમેરિકામાં કોરોનાના 62 લાખથી વધુ કેસ છે અને 1,88,000થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે.

દુનિયાભરમાં કોરોનાના કુલ 2 કરોડ 66 લાખથી વધુ કેસ થઇ ચૂક્યા છે, જ્યાર 8 લાખ 75 હજારથી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. કોરોનાની સૌથી વધુ અસર અમેરિકામાં થઇ છે. ત્યાર બાદ ભારતનો નંબર છે. ત્યારે હવે બ્રાઝીલ ત્રીજા અને રશિયા ચોથા નંબર પર છે. રશિયામાં કોરોનાના 10 લાખ 17 હજારથી વધુ કેસ છે અને 17 હજાર 700થી વધુ લોકોના મોત થયા છે.

(12:50 am IST)