Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

ટેલિફોનિક વાતચીત દરમિયાન હેલો" ને બદલે "વંદે માતરમ" શબ્દનો ઉપયોગ કરો : સરકારી કર્મચારીઓને શીંદે સરકારનો આદેશ : મહારાષ્ટ્ર સરકારે GR જારી કરીને સૂચના આપી : આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીને ધ્યાનમાં રાખી લેવાયેલો નિર્ણય


મુંબઈ : મહારાષ્ટ્ર સરકારે શનિવારે એક સરકારી ઠરાવ (GR) જારી કરીને તમામ સરકારી કર્મચારીઓ અને રાજ્ય-ભંડોળવાળી સંસ્થાઓમાં કામ કરતા લોકો માટે 'હેલો'ને બદલે 'વંદે માતરમ' કહીને વ્યક્તિઓ અને/અથવા ગૌણ અધિકારીઓ સાથે કોઈપણ ટેલિફોનિક વાતચીત શરૂ કરવાનું ફરજિયાત બનાવ્યું છે.

વંદે માતરમ’ વાક્યનો ઉપયોગ માત્ર (નાગરિકો વચ્ચે) સંબંધની ભાવના જ નહીં, પણ વાતચીતને સકારાત્મક દિશા આપતો હતો અને નવી ઊર્જાનો સંચાર કરતો હતો, એમ ઠરાવમાં જણાવાયું છે.
.
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીને ધ્યાનમાં રાખીને એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકાર દ્વારા આ જીઆર જારી કરવામાં આવ્યો હતો, જે આ વર્ષે ભારતીય સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી માટે શરૂ કરવામાં આવેલ છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(12:00 am IST)