Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

નાનચાકુની વડે એક મિનિટમાં તોડયા ૪૨ નારિયેળ

ચેન્‍નાઇ,તા. ૫ : મુદુરના કે. વી. સાઈદલવીએ નાનચાકુની મદદથી વોલન્‍ટિયર્સના માથા પર એક મિનિટમાં સૌથી વધુ ૪૨ નાળિયેર તોડવાનો વિક્રમ નોંધાવ્‍યો છે. આ રેકોર્ડનો વિડિયો ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ્‍સના ઓફિશ્‍યલ અકાઉન્‍ટ પર પોસ્‍ટ કરાયો ત્‍યારથી અત્‍યાર સુધી એને ૩૩૦૦ વ્‍યુઝ અને ૧૦૦ લાઇક્‍સ મળી છે.

ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ્‍સ દ્વારા આ વિડિયો ટ્‍વિટર પર પણ શેર કરવામાં આવ્‍યો છે. નેટિઝન્‍સે આ વિડિયો પર કૌતુક કરતાં માથા પર નાળિયેર મૂકી સાઈદલવીને રેકોર્ડ મેળવવામાં મદદ કરનાર વોલન્‍ટિયર્સની પણ પ્રશંસા કરી છે.

દરમ્‍યાન સાઈદલવીએ જણાવ્‍યું હતું કે મેં કલારીપયટ્ટુ માર્શલ આર્ટ્‍સની પ્રેક્‍ટિસ કરી છે તથા આ રેકોર્ડ મેળવતાં પહેલાં મેં દરરાજ બે કલાક પ્રેક્‍ટિસ કરી હતી. નારિયેળ તૂટી ગયાની ખાતરી થયા બાદ થોડાં નારિયેળ લોકોને ખાવા માટે વહેંચી દીધાં હતાં, જયારે બાકીનાં નારિયેળ તેલ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવશે.

(10:30 am IST)