Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

૧૨ મહિનામાં મંદી ત્રાટકશે : ૬ માસમાં મોટાપાયે છટણી

૮૬ ટકા ગ્‍લોબલ સીઇઓનો મત

નવી દિલ્‍હી તા. ૫ : કેપીએમજી ૨૦૨૨ સીઇઓ આઉટલૂક અનુસાર, લગભગ ૪૬ ટકા ચીફ એકઝીક્‍યુટીવ ઓફિસર (સીઇઓ) આગામી છ મહિનામાં પોતાનું કાર્યબળ ઘટાડવાનું વિચારી રહ્યા છે, જ્‍યારે ૩૯ ટકાએ તો તે શરૂ પણ કરી દીધું છે.

૨૦૨૨ના ૧૨ જુલાઇથી ૨૪ ઓગસ્‍ટ દરમિયાન વિશ્વભરના ૧૩૨૫ સીઇઓ પર કરાયેલ સર્વેના તારણ અનુસાર, ૮૬ ટકા સીઇઓ માને છે કે આગામી ૧૨ મહિનામાં મંદી આવશે જેના લીધે મહામારી પછીની આર્થિક રીકવરી અઘરી બનશે. લગભગ ૫૮ ટકાને આશા છે કે આ મંદી બહુ હળવી અને ટુંકી હશે. મોટાભાગના સીઇઓને જો કે વિશ્વાસ છે કે આગામી ત્રણ વર્ષમાં વૈશ્વિક અર્થવ્‍યવસ્‍થાનો વિકાસ થશે.

૨૦૨૨ના ફેબ્રુઆરીમાં થયેલ સર્વેમાં વિકાસ સામે સૌથી મોટો ભય સાઇબર સીક્‍યોરીટીને ગણાવાયો હતો. જ્‍યારે આ સર્વે દર્શાવે છે કે, સીઇઓને સૌથી વધારે ભય ઉભરતી અને વિનાશકારી ટેકનોલોજીનો લાગે છે.

ટાટા સ્‍ટીલના સીઇઓ અને એમડી ટીવી નરેન્‍દ્રને સર્વેમાં કહ્યું, ‘વૈશ્વિક રાજકીય પરિસ્‍થિતિ પહેલા નંબરનું જોખમ છે. મને લાગે છે કે આપણે શાંતિપૂર્ણ સપ્‍લાય ચેન બનાવવાની જરૂર છે.'

(10:42 am IST)