Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

આગ્રાની હોસ્‍પીટલમાં ભીષણ આગઃ સંચાલક ડોકટર-પુત્ર-પુત્રીના મોત

પહેલા માળે રાખેલ ગાદલાના રૂમમાં આગ ભભુકેલ

આગ્રા તા. પ : ઉત્તર પ્રદેશના આગ્રામાં આર મધુરાજ હોસ્‍પીટલમાં આજે સવારે ભીષણ આગ લાગવાથી દાખલ દર્દીઓ અને કર્મચારીઓમાં અફડા-તફડી મચી ગયેલ. આગની લપેટમાં આવતા હોસ્‍પીટલના સંચાલક ડોકટર રાજનસિંહ તેમના પુત્ર રૂષી અને પુત્રી શાલુના મોતના થયેલ ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર બ્રીગેડની ટીમો ઘટના સ્‍થળે પહોંચી દર્દીઓને બહાર કાઢી અન્‍ય હોસ્‍પીટલમાં શીફટ કરેલ.

હોસ્‍પીટલના પહેલા માળે એક રૂમમાં રાખેલ ફ્રોમના ગાદલામાં આગ લાગી હતી. તે જ ફલોર ઉપર હોસ્‍પીટલ સંચાલક ડો. રાજન તેમના પિતા ગોપીચંદ, પત્‍ની મધુરાજ, પુત્રી શાલુ, પુત્રોલવી અને રૂષી સાથે અન્‍ય સંબંધી તેજવીર હાજર હતા. ગોપીચંદ અને લવી સવારે પ વાગ્‍યે ઉઠયા તો તેમણે ગાદલાના રૂમમાં આગ લાગેલી જોઇ તેમણે ગાદલાએ બહાર કાઢવાની કોશીષ કરી હતી.

ત્‍યાં સુધીમાં આગથી ધુમાડો અંદર તરફ પહોંચી ગયો, દરમિયાન ડો. રાજને અંદરનો દરવાજો બંધ કરી લેતા પરિવાર સાથે અંદર ફસાઇ ગયેલ. ધુમાડો નીચે હોસ્‍પીટલમાં પણ પહોંચી ગયેલ. દાખલ ૪ દર્દીઓને બહાર કાઢી અન્‍ય હોસ્‍પીટલમાં શીફટ કરાયેલ ફાયર બ્રિગેડની ટીમ પહોંચતા મોડુ થઇ ગયું હતું.

ડો.રાજન તેમની પુત્રી શાલુ અને પુત્ર રૂષીના મોતની પુષ્‍ટી કરવામાં આવી હતી. મોટા પુત્ર લવીની હાલત ગંભીર છે જયારે પત્‍ની મધુરાજ ખતરાથી બહાર છે.

(4:16 pm IST)