Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

ઈન્‍ડિગોની ખાસ ઓફરઃ માત્ર ૨૨૧૮ રૂપિયામાં હવાઈ સફર

ઈન્‍ડિગોની આ ઓફરમાં તમે ગ્રુપ બુકિંગ એટલે કે એક સાથે લોકોની ટિકિટ બુક કરાવી શકશો નહીં: સાથે ટિકિટ બુક કર્યા બાદ તમે તેને કેશ કે એક્‍સચેન્‍જ કરાવી શકશો નહીં

નવી દિલ્‍હી,તા.૫: જો તમે પણ સસ્‍તામાં  હવાઈ સફર કરવા ઈચ્‍છો છો તો તમારા માટે ખુશખબર છે. દેશમાં તમે ગમે ત્‍યાં યાત્રા કરવા ઈચ્‍છો છો તો ઈન્‍ડિગો એરલાયન્‍સ તમારા માટે સસ્‍તી સફરની ઓફર લઈને આવી છે. આ ઘરેલૂ એરલાયન્‍સે માત્ર ૨૨૧૮ રૂપિયામાં હવાઈ સફરની ઓફર રજૂ કરી છે. પરંતુ આ એક તરફનું ભાડું હશે. ઈન્‍ડિગો એરલાયન્‍સ પ્રમાણે આ ઓફર હેઠળ તમે મિડ એપ્રિલ સુધીની સફરનું બુકિંગ કરી શકો છો.

ઈન્‍ડિગો પ્રમાણે આ ઓફર હેઠળ ટિકિટ બુક કરવા માટે માત્ર બે દિવસનો સમય બાકી છે. એટલે કે તમે ૬ ડિસેમ્‍બર સુધી ટિકિટ બુક કરાવી શકો છો. બુકિંગ વિન્‍ડો ચાલુ છે. આ ઓફર હેઠળ ૧૦ જાન્‍યુઆરી ૨૦૨૩થી ૧૩ એપ્રિલ ૨૦૨૩ સુધી ગમે તે તારીખ પર તમે હવાઈ સફર માટે ટિકિટ બુક કરાવી શકો છો.

જાણકારી અનુસાર આ લિમિટેડ સીટ ઓફર છે, એટલે કે કેટલીક સીટો માટે આ ઓફર લાગૂ છે. તેવામાં તમે તેનો લાભ લેવા ઈચ્‍છો છો તો પહેલા બુકિંગ કરાવવું પડશે. ઈન્‍ડિગોની આ ઓફરમાં સરકારી ટેક્‍સ પર છૂટની સાથે-સાથે એયરપોર્ટ ચાર્જ પણ સામેલ નથી. તેવામાં તમારે બંનેની ચુકવણી કરવી પડશે. રસપ્રદ વાત છે કે આ ઓફરમાં ઈન્‍ડિગોએ નોન સ્‍ટોપ ઉડાનોને સામેલ કરી છે, જે તમને દેશમાં અલગ-અલગ જગ્‍યા પર જવાની તક આપે છે.

ઈન્‍ડિગોની આ ઓફરમાં તમે ગ્રુપ બુકિંગ કરી શકશો નહીં. સાથે ટિકિટ બુક કર્યા બાદ તમે તેને કેશ કે એક્‍સચેન્‍જ પણ કરાવી શકશો નહીં. પરંતુ જો તમારા ટૂરના પ્‍લાનિંગમાં ફેરફાર થાય છે તો કંવર્ઝન ચાર્જ આપી તમે ભાડાનું અંતર ચુકવ્‍યા બાદ બીજી જગ્‍યાની ટિકિટ લઈ શકો છો.

આ ઓફરને તમે સત્તાવાર વેબસાઇટ goindigo.in પરથી ટિકિટનું બુકિંગ લઈ શકો છો. આ સિવાય તમે બાકી ચેનલોથી પણ ઓફર પ્રાઇઝવાળી ટિકિટ બુક કરી શકો છો. ઈન્‍ડિગોએ આ ઓફરની સાથે તે વાત પણ સ્‍પષ્ટ કરી દીધી છે કે તે કોઈ પૂર્વ જાણકારી વગર ઓફર બંધ કરી શકે છે. ૧૬૦૦થી વધુ સંખ્‍યામાં ફલાઇટ ઓપરેટ કરનાર ઈન્‍ડિગો દેશના ૭૦થી વધુ ડેસ્‍ટિનેશન સાથે જોડાયેલું છે. 

(10:49 am IST)