Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

ચાલતા જઈ રહેલા યુવકને છીંક આવતા જ ત્‍યાં ઢળી પડયો

યુવકને છીંક આવવાની સાથે જ હાર્ટઅટેક આવ્‍યો

મેરઠ,તા. ૫: ઉત્તરપ્રદેશના મેરઠમાં એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે કે જેમાં એક યુવકનું છીંક આવતા મોત થયું છે. આ ઘટનાનો સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે ચાર યુવકો ઘરે જઈ રહ્યા છે. દરમિયાન એક યુવકને છીંક આવે છે અને બેહોશ થતા દોસ્‍તના ખભે હાથ મૂકીને ઢળી પડે છે. ત્‍યારબાદ આ યુવકને હોસ્‍પિટલ લઈ જવામાં આવે છે કે જયાં ડોક્‍ટર્સ તેને મૃત જાહેર કરે છે.

મૃતકના પરિજનોના જણાવ્‍યા મુજબ, તેને છાતીમાં સામાન્‍ય દુઃખાવો થતો હતો અને ડોક્‍ટર પાસેથી દવા લઈને પણ આવ્‍યો હતો. તે જયારે રાત્રે ૧૧ વાગ્‍યે મિત્રો સાથે ઘરે પરત ફરી રહ્યો હતો ત્‍યારે છીંક આવતા જમીન પર ઢળી પડ્‍યો હતો. જયારે તેને હોસ્‍પિટલ લઈ જવાયો ત્‍યારે ડોક્‍ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ત્‍યારે એવી આશંકા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે કે આ યુવકને છીંક આવવાની સાથે જ હાર્ટ અટેક આવ્‍યો હતો. આ વિશે ડોક્‍ટરનું કહેવું છે કે જો છાતીમાં થોડો પણ દુઃખાવો થાય ત્‍યારે ડોક્‍ટર અથવા કાર્ડિયોલોજિસ્‍ટનો સંપર્ક કરો. બેદરકારી રાખશો નહીં. આ પ્રકારના કિસ્‍સામાં વ્‍યક્‍તિનું બ્‍લડપ્રેશર લો રહે છે અથવા હાર્ટ રેટ ધીમા થઈ જતા હોય છે. જયારે પણ આ પ્રકારની દુર્ઘટના થાય ત્‍યારે કોઈ સ્‍પેશિયાલિસ્‍ટ ડોક્‍ટરનો સંપર્ક કરવો જોઈએ.

(10:50 am IST)