Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

ગર્લફ્રેન્‍ડની બીકે પતિ મારી સાથે સુતો પણ નથીઃ પત્‍ની પહોંચી પોલીસ સ્‍ટેશન

પતિ તેની ગર્લફ્રેન્‍ડની વાત માને છે, મારી તરફ ધ્‍યાન આપતો નથીઃ મહિલા

આગ્રા,તા.૫ : લગ્ન બાદ પણ પતિએ તેની પ્રેમિકાને છોડી ન હતી, તે છેલ્લા ચાર વર્ષથી તેની સૂચનાનું પાલન કરી રહ્યો હતો. આ અંગે પીડિતાની પત્‍નીએ ફરિયાદ કરતાં તેના પતિ વિરુદ્ધ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલો યુપીના આગ્રાનો છે. રેખા બેન નામની મહિલાએ આગ્રાના સદર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પતિ વિનોદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેણી કહે છે કે તેના લગ્ન ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ વિનોદ સાથે થયા હતા. લગ્ન સમયે મારા પરિવારે સ્‍ટેટસ પ્રમાણે ઘણું દહેજ આપ્‍યું હતું, પરંતુ લગ્ન પછી હું ખૂબ જ પરેશાન છું. પતિ તેની ગર્લફ્રેન્‍ડના કારણે મારાથી દૂર રહે છે. મારા સાસરિયાઓ મને રૂ.૫ લાખના દહેજની માંગણી કરીને માનસિક અને શારીરિક ત્રાસ આપી રહ્યા છે.

રેખાએ પોતાની ફરિયાદમાં જણાવ્‍યું છે કે લગ્નને ચાર વર્ષ થઈ ગયા છે, પરંતુ આજદિન સુધી પતિ મને ફરવા લઈ ગયો નથી. લગ્ન પછી જ મારાથી અંતર રાખે છે. પતિ તેની ગર્લફ્રેન્‍ડની સલાહને અનુસરે છે, મારી સાથે વાત પણ કરતો નથી. જો ગર્લફ્રેન્‍ડ ગુસ્‍સે થઈ જાય તો પતિ ઘણા દિવસો સુધી ભોજન પણ નથી કરતો.

પોલીસે કેસ નોંધ્‍યો છે રેખા બેને પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યું છે કે સાસરિયાઓ દ્વારા રૂપિયા પાંચ લાખનાં દહેજની માંગ કરવામાં આવી રહી છે. મને માનસિક અને શારીરિક રીતે હેરાન કરવામાં આવે છે. રેખાની ફરિયાદના આધારે સદર પોલીસ સ્‍ટેશને પતિ વિનોદ ભાઈ, સસરા ભુરાભાઈ, પતિની પ્રેમિકા, સાસુ માલી બેન અને ભાભી દિવિયા વિરુદ્ધ આઈપીસી કલમ ૪૯૮A, ૩૨૩, ૫૦૪, હેઠળ ગુનો નોંધ્‍યો છે. 

(10:50 am IST)