Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

વિશ્વના સૌથી શાંત સ્‍થળમાં કોઈ વ્‍યક્‍તિ એક કલાકથી વધુ સમય રહી શકતી નથી

આ રૂમમાં પ્રવેશો તો તરત જ તમને તમારા હૃદયના ધબકાર સંભળાવા લાગે

ન્‍યુયોર્ક,તા.૬ : માઇક્રોસૉફ્‌ટ દ્વારા તૈયાર કરવામાં આવેલી એક ચેમ્‍બરને વિશ્વના સૌથી શાંત સ્‍થળ તરીકે ગિનેસ બુક ઑફ વર્લ્‍ડ રેકૉર્ડ્‍સમાં સ્‍થાન મળ્‍યું છે. વૉશિંગ્‍ટનના રેડમેન્‍ડમાં કંપનીના હેડક્‍વૉર્ટરમાં આવેલી આ ચેમ્‍બરને એનઇકોઇક તરીકે ઓળખવામાં આવે છે. આ રૂમમાં -૨૦.૩૫ ડેસિબલ્‍સએ વેઇટેડ (ડીબીએ) માપી શકાય છે.

 આ રૂમમાં લોકો વધુમાં વધુ એક કલાક સુધી જ રહી શકે છે. આ રૂમમાં પ્રવેશો તો તરત જ તમને તમારા હૃદયના ધબકાર સંભળાવા લાગે. થોડી વાર બાદ તમારા શરીરમાં વહેતા લોહીને પણ સાંભળી શકો છો. આ ચેમ્‍બરમાં તમને અન્‍ય કોઈ અવાજ નહીં સંભળાય, પરંતુ તમારા પોતાના શરીરના અવાજો સંભળાવા લાગશે. માત્ર મરણ થાય તો જ શરીર સંપૂર્ણપણે શાંત થઈ જાય છે. એક વાંચન ખંડમાં અંદાજે ૪૦ ડિસીબલ સુધીના અવાજને રોકવામાં આવે છે. બહારની દુનિયામાંથી કોઈ અવાજ ન આવે તો સંપૂર્ણ મૌન ધીમે-ધીમે માનવીને મુશ્‍કેલીમાં મૂકી દે છે.

 જો તમે તમારૂમાથું ફેરવો ત્‍યારે પણ એ ગતિ તમે સાંભળી શકો. તમને તમારા શ્વાસ પણ કંઈક અંશે જોરથી સંભળાય છે. એનઇકોઇક જગ્‍યાને ડિઝાઇન કરવામાં બે વર્ષ થયાં હતાં. એ કૉન્‍ક્રીટ અને સ્‍ટીલના છ સ્‍તરોથી બનાવાયું છે. અંદર ફાઇબર ગ્‍લાસનો ઉપયોગ કરાયો છે.

(4:06 pm IST)