Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

કોલસા કૌભાંડ ' : 2014 ની સાલથી કોલસા કાંડની સુનાવણી કરી રહેલા ન્યાયાધીશ ભરત પરાશરની જગ્યાએ સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશ અરૂણ ભારદ્વાજ અને સંજય ભણસાલની નિમણુંક કરી

ન્યુદિલ્હી : 2014 ની સાલથી કોલસા કાંડની  સુનાવણી કરી રહેલા ન્યાયાધીશ ભરત પરાશરની જગ્યાએ સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશ અરૂણ ભારદ્વાજ અને સંજય ભણસાલની નિમણુંક કરી છે.

આ  બે ન્યાયાધીશોની નિમણૂક કર્યા પછી હવે બે વિશેષ અદાલતો દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

આ મામલે સીનીઅર કાઉન્સેલ  અને સ્પેશિઅલ પબ્લિક પ્રોસિક્યુટર આર.એસ. ચીમાના સૂચનો ધ્યાનમાં લીધા પછી  ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી બેંચે આ આદેશ પસાર કર્યો હતો.સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ચીમાના સૂચનને માન્ય રાખ્યું હતું.

ઉલ્લેખનીય છે કે જસ્ટિસ એ.એસ. બોપન્ના અને વી.રામસુબ્રમણ્યમની બનેલી  બેંચે તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલના પત્રની નોંધ લીધી હતી, જેમાં કોલસા કેસોમાં 2014 ની સાલથી  સુનાવણી હાથ ધરી રહેલા પરાશરના સ્થાને ખાસ ન્યાયાધીશ તરીકે અન્ય યોગ્ય પ્રેસિડીંગ ન્યાયિક અધિકારીની નિમણૂક અથવા પોસ્ટ કરવાની મંજૂરી માંગવામાં આવી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(12:00 am IST)