Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

2036 સુધી પ્રમુખપદે ચિપકી માર્ગ મોકળો : સંસદમાં પુતિનને વધુ બે ટર્મ સુધી ચૂંટણી લડવાનો અધિકાર આપતું બિલ પસાર

પુતિને 2036 સુધી પ્રમુખપદે રહેવા માટેના કાયદામાં હસ્તાક્ષર કરી દીધા

નવી દિલ્હી : રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને વધુ બે ટર્મ સત્તામાં રહેવા માટેના કાયદામાં હસ્તાક્ષર કરીને છેક 2036 સુધી પ્રમુખપદે ચિપકી રહેવાનો માર્ગ મોકળો કર્યો છે.

પુતિનના ઈશારે રશિયન સંસદે પુતિનને વધુ બે ટર્મ સુધી ચૂંટણી લડવાનો અધિકાર આપતું બિલ પસાર કર્યું હતું. એ બિલ પુતિન પાસે હસ્તાક્ષર કરવા પહોંચ્યું હતું. પુતિને ‘પુતિન’ને 2036 સુધી પ્રમુખપદે રહેવા માટેના કાયદામાં હસ્તાક્ષર કરી દીધા હતા.

એ સાથે જ હસ્તાક્ષર થયેલાં દસ્તાવેજો સત્તાવાર વેબસાઈટમાં મૂકી દેવામાં આવી હતી. પુતિનની ટર્મ 2024માં પૂરી થશે. એ પછી તે 2024માં ચૂંટણી લડી શકશે અને છ વર્ષે 2030માં ચૂંટણી થશે ત્યારે પણ ચૂંટણી લડીને 2036 સુધી સત્તામાં રહી શકશે.

વ્લાદિમીર પુતિન 1999થી રશિયન સત્તાના કેન્દ્રમાં છે. 1999માં પ્રથમ વખત પુતિન કાર્યકારી પ્રમુખ બન્યા હતા. એ પછી 2000ના વર્ષથી સંપૂર્ણ ટર્મ માટે ચૂંટાઈ આવ્યા હતા અને 2008 સુધી પ્રમુખપદે રહ્યા હતા. 2008થી 2012 સુધી પ્રમુખ રહી શકે તેમ ન હોવાથી વડાપ્રધાન રહીને સત્તાનું સુકાન પોતાના હાથમાં રાખ્યું હતું.

2012માં ફરીથી રશિયાની પ્રમુખપદની ચૂંટણીમાં ચૂંટાયા હતા. છ વર્ષની ટર્મ 2018માં પૂરી થઈ હતી. એ વર્ષે ચૂંટણી થઈ હતી, જેમાં પુતિન 2024 સુધી પ્રમુખપદે ચૂંટાઈ આવ્યાં હતા.

(12:00 am IST)