Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

મહારાષ્ટ્રમાં કોરોના નો કાળૉકેર યથાવત : 24 કલાકમાં નવા 47,288 પોઝીટીવ કેસ : 155 લોકોના મોત : એક્ટીવ કેસનો આંક 4,50 લાખને પાર પહોંચ્યો

એકલા મુંબઈમાં 9857 નવા કેસ નોંધાયા : વધુ 21 લોકોના મોત

મુંબઈ : દેશભરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે મહારાષ્ટ્રની સ્થિતિ દિવસે-દિવસે ખરાબ થઈ રહી છે. હાલ મહારાષ્ટ્ર દેશનો ગઢ બનેલું છે. આ વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 47288 નવા કેસ સામે આવ્યા છે, સાથે 26252 લોકો આ બીમારીથી સાજા થયા છે. તો કુલ 155 લોકોના વાયરસથી મૃત્યુ થયા છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા 4,51,375 થઈ ગઈ છે. પરંતુ આજે સોમવારે નોંધાયેલા કેસમાં રવિવાર કરતા ઘટાડો થયો છે. તમને જણાવી દઈએ કે રવિવારે રાજ્યમાં 57 હજાર નવા કેસ સામે આવ્યા હતા.

રાજ્યના અન્ય શહેરોમાં કોરોનાના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. સોમવારે મુંબઈમાં 9857 નવા કેસ સામે આવ્યા છે અને 21 લોકોના મૃત્યુ થયા છે. મુંબઈમાં આજે 3357 લોકો ડિસ્ચાર્જ થયા છે. શહેરમાં કુલ સક્રિય મામલાની સંખ્યા 74,522 છે.

(12:14 am IST)