Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

તૃણમૂલ કોંગ્રેસના નેતા ના નિવાસસ્થાન માંથી ઈવીએમ અને વીવીપેટ મશીનો મળી આવ્યા: સેકટર ઓફિસર સસ્પેન્ડ આકરા પગલાની ભલામણ

પશ્ચિમ બંગાળના ઉલુબેરીયા ખાતે તૃણમૂલ કોંગ્રેસના નેતાના નિવાસસ્થાનમાંથી ઇવીએમ અને મતદાન માટેના વીવીપેટ મશીનો મળી આવ્યા છે. દરમિયાન ઉલુબેરીયાના સેક્ટર ૧૭ના ઓફિસર તપન સરકારને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને તેની સામે સખત સજા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સેક્ટર ઓફિસર નિયમોનું ઉલ્લંઘન કરી રિઝર્વ ઇવીએમ મશીન સાથે પોતાના સગાના નિવાસ્થાને રાત્રે સૂઈ ગયો હતો.

(10:24 am IST)