Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

બંગાળમાં મમતાના સમર્થનમાં જયા બચ્ચન સભાઓ ગજવશે

કોલકત્તા તા. ૬: બંગાળ મુળના સમાજવાદી પાર્ટી સાંસદ જયા બચ્ચન મમતાની મદદ માટે બંગાળ પહોંચ્યા છે. આવનાર દિવસોમાં તેઓ તૃણમુલ માટે રોડ-શો પણ કરશે. મમતાએ ભાજપ સામે મુકાબલા માટે વિરોધ પક્ષો પાસે સમર્થન માંગ્યું છે. મમતા પ્રચારમાં ફકત બંગાળી મુળના લોકોને જ રાખવા માંગે છે.એક પગે બંગાળમાં જીતનો દાવો કરનાર મમતાની સત્તાનું પૈડુ આ વિસ્તારમાં જ છે. આ તબકકાની ૩૧ બેઠકોમાંથી ર૯ તૃણમુલ પાસે છે. દક્ષીણ-ર૪ પરગણા જીલ્લાની ૧૬, હુગલીની ૮, હાવડાની ૭ બેઠકો સામેલ છે. આ તમામ બેઠકો ઉપર ર૦પ ઉમેદવાર નશીબ અજમાવી રહ્યા છે.

(11:35 am IST)