Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ગરમીનો આકરો ડોઝ આવી રહ્યો છે

આ મહિનાના અંતિમ સપ્તાહમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રીએ પહોંચી જશે

બે દિવસ મહત્તમ તાપમાન ૪૧-૪૨ ડિગ્રી આસપાસ રહેશે : ત્યારબાદ ૩-૪ દિવસ ગરમીમાં ઘટાડો આવશે : હવામાન ખાતુ

રાજકોટ, તા. ૬: ગત માર્ચ મહિનાના અંતિમ સપ્તાહથી ગરમીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. ત્યારે આ મહિનાના એટલે કે અપ્રિલ મહિનાના અંત સુધીમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રીએ પહોંચી જવાની પૂરેપૂરી સંભાવના હોવાનું હવામાન ખાતાના સુત્રોએ જણાવ્યુ છે.

હવામાન ખાતાના સૂત્રો જણાવે છે કે આજે અને આવતીકાલે એમ હજુ ૪૮ કલાક મહત્તમ તાપમાન ૪૧ થી ૪૨ ડિગ્રીની આજુ બાજુ રહેશે. ત્યારબાદ ૩-૪ દિવસ ગરમીમાં ખાસો એવો ઘટાડો જોવા મળશે. આ દિવસોમાં તાપમાન ૩૮ થી ૩૯ ડિગ્રીની રેન્જમાં પહોંચી જશે. ત્યારબાદ એટલે કે આવતા સપ્તાહથી ફરી ગરમીમાં વધારો જોવા મળશે. આ મહિનાના અંતિમ સપ્તાહ સુધીમાં તો મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રીની આજુબાજુએ પહોંચી જવાની પૂરેપૂરી શકયતા છે.

(11:36 am IST)