Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

આ વર્ષે તીડના ટોળાનો ખતરો ટળ્યો

ભારતમાં પ્રવેશ પૂર્વે આફ્રીકી દેશોમાં જ તીડનો કુદરતી ખાત્મો : વરસાદ ન થવાથી બ્રીડીંગ અટકયુ

જોધપુર તા. ૬ : ગયા વર્ષે મે-જુનમાં ભારત પર તીડનું ભયંકર આક્રમણ જોવા મળ્યુ હતુ. પરંતુ આ વર્ષે આ વર્ષે આફ્રીકી દેશોમાં જ તીડનો કુદરતી ખાત્મો બોલી રહ્યો હોય ભારતને તીડનું આક્રમણ હેરાન નહીં કરી શકે.

ઇરાન સાઉદી અરબ, ઓમાન, કુવૈત, યમન જેવા ખાડી દેશોમાં વરસાદી વાતાવરણમાં તીડ સ્પ્રિંગ બ્રીડીંગ કરે છે અને બાદમાં ટોળા સ્વરૂપે મોટી સંખ્યામાં પાકિસ્તાન થઇને મે જુન સુધીમાં ભારતમાં આવી પહોંચે છે.

પરંતુ આ વખતે આફ્રીકી દેશોમાં વરસાદ બરાબર જામ્યો ન હોય સુકા વાતાવરણને કારણે તીડનું બ્રીડીંગ અટકી ગયુ છે. કુદરતી વાતાવરણથી જ તીડનો ખાત્મો બોલી રહ્યો છે. એટલે થોડા ઘણા બચેલા તીડ જ ભારત સુધી આવી શકે તેવી સ્થિતિ છે. ઇરાનના દક્ષિણ-પશ્ચિમી પ્રદેશોમાં તીડ પહોંચ્યા છે અને અહીંથી બ્રીડીંગ આગળ વધારી પાકિસ્તાનના બલુચિસ્તાન થઇ ભારતમાં આવતા હોય છે. પરંતુ ઇરાનમાં આ વર્ષે જોઇએ તેવો વરસાદ થયો ન હોય તીડનું બ્રીડીંગ અટકી પડયુ છે.

અહીં ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે માર્ચમાં જેસલમેરના રસ્તે તીડના મોટા ટોળા ભારતમાં ઉતરી આવ્યા હતા. જેમને મારવા ખાસ પેસ્ટી સાઇડ જેવા રસાયણનો આશરો લેવો પડયો હતો. પરંતુ આ વર્ષે તીડનું આક્રમણ નિયંત્રણમાં રહે તેવા સંકેતો મળે છે.

(11:59 am IST)