Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમણ અટકાવવા કલમ ૧૪૪ લાગુ

લખનઉ તા. ૬ : ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસ સંક્રમણે તેજ ગતિ પકડતા કલમ ૧૪૪ લાગુ કરી દેવાઇ છે. એક જગ્યાએ પ થી વધુ લોકોએ એકત્ર થવા પર પ્રતિબંધ લગાડી દેવાયો છે. સાર્વજનિક સ્થળો અને કાર્યક્રમોમાં ૧૦૦ ની વધુ લોકો એકત્ર નહીં કરવા આદેશો થયા છે. કોરોનાના નવા સ્ટ્રેનની ગંભીરતા ધ્યાને લઇ પોલીસ તંત્રને સરકારી ગાઇડ લાઇનના ચુસ્ત પાલન માટે સુચનાઓ જારી થઇ ચુકી છે. મુખ્યમંત્રીશ્રી યોગીજીએ કોવિડ હોસ્પિટલોમાં પુરતા બેડ, એમ્બ્યુલન્સ સહીતની સુવિધા બાબતે તંત્રને એલર્ટ કરી દીધુ છે.

(12:04 pm IST)