Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

કોઇમ્બતુરમાં ઇડલીવાળા અમ્માથી ફેમસ વૃધ્ધા માટે બિઝનેસમેન આનંદ મહિન્દ્રા મકાન બનાવશે

નવી દિલ્હી, તા.૬: કોઈમ્બતુરમાં ઈડલીવાલી અમ્માથી ફેમસ ૮૫ વર્ષીય વૃદ્ઘ મહિલા છેલ્લાં ૩૦ વર્ષથી એક રૂપિયામાં ઈડલી બનાવીને વેચી રહ્યાં છે. બે વર્ષ પહેલાં ઈડલી અમ્માની સ્ટોરી સોશિયલ મીડિયા પર દ્યણી વાઈરલ થઇ હતી. એ સમયે સોશિયલ મીડિયા પર આનંદ મહિન્દ્રાએ પણ તેમનો વીડિયો શેર કર્યો હતો. વીડિયો શેર કરીને લખ્યું, હું અમ્માનું કામ જોઈને દ્યણો ખુશ થયો છું . તેમના માટે હું કંઈક કરવા માગું છું, દરિયાદિલીથી ફેમસ એવા આનંદ મહિન્દ્રાએ ચૂલા પર ઈડલી બનાવનારા દાદી અમ્માને ન્ભ્ઞ્ ગેસ સ્ટવની વ્યવસ્થા કરી આપી હતી.

એકવાર ફરીથી આનંદ મહિન્દ્રા મદદ માટે આગળ આવ્યા છે. તેમણે કહ્યું હતું કે ટૂંક સમયમાં ઈડલી અમ્મા પાસે તેમનું પોતાનું દ્યર અને રેસ્ટોરાં હશે, જયાં તેઓ ઈડલી બનાવશે અને વેચશે. આનંદ મહિન્દ્રાએ ઈડલી અમ્મા માટે જમીન ખરીદી લીધી છે. મારી ટીમ અમ્મા સાથે વાતચીત કર્યા પછી દ્યર નિર્માણ શરૂ કરશે. આ વૃદ્ઘ મહિલાનું નામ કમલાથલ છે. તેઓ એક રૂપિયામાં લોકોને ઈડલી અને ચટણી ખવડાવે છે. આટલાં વર્ષોથી ભાવ વધાર્યા વગર આટલા જ રૂપિયામાં પ્રેમથી લોકોના પેટ ભરે છે.

(12:56 pm IST)