Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

દેશમાં નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૦૨૧ના પ્રથમ દસ મહિનામાં આવ્યું ૩.૮ લાખ કરોડનું રોકાણ

કોરોનાકાળમાં પણ રોકાણકારોએ ભારતમાં દર્શાવ્યો ભરોસો : નીતિગત સુધારા, રોકાણમાં સરળતા અને વેપાર સુગમતાના લીધે વધ્યું FDI

નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૦૨૧ના પ્રથમ દસ મહિના દરમિયાન, શેરો દ્વારા પ્રત્યક્ષ વિદેશી રોકાણ ૨૮ ટકા વધીને ૫૪.૧૮ અબજ ડોલર (રૂ ૩.૮ લાખ કરોડ) થઈ ગયું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે સોમવારે જાહેર કરેલા આંકડા અનુસાર, ઇકિવટીમાં FDIનું રોકાણ એક વર્ષ અગાઉ સમાન ગાળામાં ૪૨.૩૪ અબજ ડોલર રહ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રથમ ૧૦ મહિનામાં કુલ FDI (મળેલી કમાણીના ફરીથી રોકાણ સહિત) ૧૫ ટકા વધીને ૭૨.૧૨ અબજ ડોલર થઈ છે.

 આમાં કહેવામાં આવ્યું છે કે "FDI ના કેસમાં નીતિગત સુધારા, રોકાણમાં સરળતા અને વેપાર કરવામાં સુગમતાના કારણે દેશમાં FDI નો પ્રવાહ વધ્યો છે." આ કારણોસર, ૨૦૨૦-૨૧માં એિ-લથી જાન્યુઆરીમાં કુલ FDI ઇનફ્લો ૭૨.૧૨ અબજ ડોલર રહ્યો છે. ૅ નિવેદન મુજબ, કોઈપણ નાણાકીય વર્ષના પ્રથમ ૧૦ મહિનામાં તે અત્યાર સુધીની સૌથી વધુ FDI છે. રોકાણ કરનારા દેશોમાં, સિંગાપોર કુલ FDI  ઇકિવટી પ્રવાહમાં ૩૦.૨૮ ટકા શેર સાથે પ્રથમ ક્રમે છે. તે પછી યુનાઇટેડ સ્ટેટ્સ (૨૪.૨૮ ટકા) અને સંયુકત આરબ અમીરાત (૭.૩૧ ટકા) પછીના સ્થાને છે.

 મંત્રાલયના જણાવ્યા અનુસાર ગયા નાણાકીય વર્ષના પ્રથમ ૧૦ મહિનામાં FDI ના સંદર્ભમાં કમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર ક્ષેત્ર ટોચ પર હતું. આ ક્ષેત્રમાં કુલ FDIનો ૪૫.૮૧ ટકા હિસ્સો આવ્યો હતો. આ પછી કન્સ્ટ્રકશન (ઇન્ફ્રાસ્ટ્રકચર) પ્રવૃત્તિઓ (૧૩.૩૭ ટકા) અને સેવાઓ (૭.૮૦ ટકા) હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દેશમાં FDIનું આ વલણ સૂચવે છે કે વૈશ્વિક રોકાણકારો ભારતને પ્રેફરન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે જોઈ રહ્યા છે.

(12:58 pm IST)