Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ઇન્ડોનેશિયા અને તિમોર-લેસ્ટમાં મુશળધાર વરસાદ:100 લોકોના મૃત્યુ: 62 લોકો લાપતા

ભૂસ્ખલન અને પૂરથી અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળોએ ખસેડાયા

લેમ્બાટા : પૂર્વી ઈન્ડોનેશિયા અને પડોશી તિમોર-લેસ્ટ માં મુશળધાર વરસાદથી મૃત્યુઆંક વધીને 100 પર પહોંચી ગયો છે. 62 થી વધુ લોકો લાપતા છે.

આ વિસ્તારમાં મુશળધાર વરસાદને કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન પણ થયું છે. મૃત્યુઆંક વધવાની સંભાવના છે, એમ કટોકટી સેવાઓએ જણાવ્યું છે. વર્તમાન પરિસ્થિતિમાં ભૂસ્ખલન અને પૂરથી અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને બચાવ કામગીરી ચાલી રહી છે.

(1:28 pm IST)