Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

યમુના એકસપ્રેસ વે પર ચાલતી બસમાં લુંટફાટ

પૈસા, ઘરેણા બધુ લુટીને લઇ ગયા લુટારા

મથુરા : યમુના એકસપ્રેસ-વે પર સોમવારે મોડી રાત્રે ગુંડાઓએ પોલીસને પડકાર ફેંકતા હોય તેમ એક ડબલડેકર બસને પોતાનો શિકાર બનાવી હતી. અડધો ડઝન જેટલા હથિયારધારી ગુંડાઓએ બસને કબજે કરીને મુસાફરો સાથે લુંટફાટ કરી અને ઘટનાને અંજાબ આપીને ફરાર થઇ ગયા હતા. આ ઘટનાએ એકસપ્રેસ-વેની સુરક્ષાની પોલ ખોલી નાખી છે.

મોડી રાત્રે આગ્રા થઇને હમીરપુર જઇ રહેલી ડબલડેકર બસને અડધો ડઝન બદમાશોએ મુસાફરોનો સ્વાંગ રચીને રોકી હતી અને તેમાં મુસાફર તરીકે સામેલ થઇ ગયા હતા. બસ જેવી ચાલવા લાગી આ લુંટારાઓ પોતાના અસલી રૂપમાં આવી ગયા અને હથિયારના જોરે બસમાં સવાર મુસાફરોને લુંટી લીધા. ત્યાર પછીએ લોકો ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા.

એકસપ્રેસ-વે પર બસમાં થયેલ લુંટની જાણ થતા જ પોલીસ ખાતામાં ભાગદોડ શરૂ થઇ હતી. આ વિસ્તારની પોલીસ સહિત નજીકના કેટલાય પોલીસ સ્ટેશનની ફોર્સ ઘટના સ્થળે પહોંચી ગઇ અને લુંટારાઓની તપાસ શરૂ કરી હતી. આગ્રા રેન્જના આઇજી સહિત કેટલાક સીનીયર અધિકારીઓએ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. એફએસપી ગૌરવ ગ્રોવરે જણાવ્યુ કે કેટલાક પુરાવાઓ મળ્યા છે અને ટુંક સમયમાં આ ઘટનાનો ખુલાસો થઇ જશે.

(3:23 pm IST)