Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

કોવિશીલ્ડની રસી મનુષ્યના પૂર્વજ ચિમ્પાન્ઝીના 'મળ'માંથી બને છે

ચિમ્પાન્ઝીના મળમાંથી લેવામાં આવેલા એડિનો વાયરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે રેપ્લિકેટ નથી કરતા

નવી દિલ્હી, તા. ૬: મનુષ્યને કોરોના વાયરસથી બચાવવા માટે એક વેકિસન બનાવવા તેમના પૂર્વજો એટલે કે વાનરોના મળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મનુષ્યના આ પૂર્વજો ચિમ્પાન્ઝી છે અને આ વેકિસનનો ઉપયોગ ભારતમાં પણ થઈ રહ્યો છે. આ વેકિસનમાં ચિમ્પાન્ઝીના મળમાંથી કાઢવામાં આવેલા એડિનોવાયરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેને જિનેટિકલી બદલી દેવામાં આવ્યો છે.

આ વેકિસનને ઓકસફોર્ડ-એસ્ટ્રાજેનેકા મળીને બનાવી રહ્યા છે. તે પહેલા AZD1222 નામથી ઓળખાતી હતી. હાલ તે ઓકસફોર્ડ-એસ્ટ્રાજેનેકા કોવિડ-૧૯ વેકિસન તરીકે ઓળખાય છે. ભારતમાં તે કોવિશીલ્ડ તરીકે ઓળખાય છે. સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા ભારતમાં કોવિશીલ્ડનું ઉત્પાદન કરી રહી છે. ઓકસફોર્ડ યુનિવર્સિટી અને સ્પિન આઉટ કંપની વેકિસટેકે સાથે મળીને AZD1222 ઈન્વેન્ટ કરી હતી.

આ વેકિસનમાં ચિમ્પાન્ઝીના મળમાંથી લેવામાં આવેલા એડિનોવાયરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે રેપ્લિકેટ નથી કરતા. તે સામાન્ય શરદીના વાયરસનું નબળુ સ્વરૂપ છે. તેના કારણે ચિમ્પાન્ઝીને શરદી-ખાંસી થાય છે. પરંતુ ખાસ વાત એ છે કે, તેમાં SARS-CoV-2 વાયરસની બાહ્ય કાંટાળી પરત એટલે કે, સ્પાઈક પ્રોટીનનું જિનેટીક મટીરિયલ હોય છે.

વેકિસનેશન બાદ શરીરમાં સ્પાઈક પ્રોટીનનું ઉત્પાદન થાય છે. તેના જવાબમાં શરીરની ઈમ્યુન સિસ્ટમ એટલે કે પ્રતિકારક શકિત SARS-CoV-2ના વાયરસને ઓળખવા લાગે છે. મતલબ ત્યાર બાદ જ્યારે પણ શરીર પર કોરોના વાયરસનો હુમલો થાય છે તો શરીરની પ્રતિકારક શકિત તેના સાથે સંઘર્ષ કરીને તેને નબળું કે નિષ્ક્રિય કરી દે છે.

સમગ્ર વિશ્વના ૭૦ દેશોમાં કોવિશીલ્ડને કોરોના મહામારી દરમિયાન ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી છે.

(3:58 pm IST)