Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ઇલેકટ્રીક કાર બનાવનારી કંપની ટેસ્‍લા દ્વારા ટેક્‍સસના ઓસ્‍ટિનની બમ્‍પર નોકરીની ઓફરઃ 2022 સુધીમાં 10 હજારથી વધુની ભરતી કરાશે

નવી દિલ્હીઃ  Tesla અને SpaceX ના CEO એલન મસ્ક હંમેશા કંઈક અલગ કરવા માટે જાણીતા છે. ઇલેક્ટ્રિક કારબનાવનારી કંપની ટેલ્સાએ ટેક્સસના ઓસ્ટિનની Gigafactory માં બમ્પર નોકરીની ઓફર કાઢી છે. આ ફેક્ટરીમાં કામ કરવા માટે વર્ષ 2022 સુધી 10000 થી વધુ લોકોની ભરતી કરવાની છે.

ડિગ્રી વગર ટેલ્સામાં કામ કરવાની તક!

આ જોબ ઓફરમાં નવું તે છે કે Tesla એ જે વેકેન્સી કાઢી છે તેમાં કોઈ કોલેજની ડિગ્રી માંગવામાં આવી નથી. ઉમેદવાર હાઈ સ્કૂલ પાસ કરી તત્કાલ નોકરી માટે અરજી કરી શકે છે. ગ્રેજ્યુએટ અને હાઈસ્કૂલ પાસ વિદ્યાર્થી પણ તે માટે અરજી કરી શકે છે. એલન મસ્કે પોતાના ટ્વીટમાં આ જાણકારી આપી છે. મસ્કે Tesla Owners Of Austin ના ટ્વીટને શેર કર્યું છે. Elon Musk કોલેજમાં અભ્યાસ કરનારને વધુ મહત્વ આપતા નથી. તેમનું માનવું છે કે કોલેજમાં કંઈ ભણાવવામાં આવતું નથી.

Elon Musk એ કર્યુ Tweet

મસ્કે પોતાના ટ્વીટમાં આ નવી જોબના ફાયદા પણ ગણાવ્યા છે. તેમણે લખ્યુ કે જોબ સાઇટ એરપોર્ટથી માત્ર પાંચ મિનિટના અંતરે છે, શહેરથી 15 મિનિટ અને કોલોરાડો નદીની રાઇટ સાઇડ છે. રિપોર્ટ પ્રમાણે કંપની તે વિદ્યાર્થીઓની ભરતી કરવાનું વિચારી રહી છે જે પોતાનું શિક્ષણ જારી રાખતા ટેલ્સામાં કરિયર શરૂ કરવા ઈચ્છે છે.

ઓસ્ટિન અમેરિકન-સ્ટેટસમેનના એક રિપોર્ટ પ્રમાણે જો ટેસ્લા 10000 કર્મચારીઓને નોકરી આપશે તો કંપની તરફથી પહેલા વચન આપવામાં આવ્યું છે કે હાયર કરનાર વર્કર્સની ન્યૂનતમ સંખ્યાથી બમણી હશે, જે પહેલા 5000 હતી.  Elon Musk એ આ પહેલા જુલાઈમાં જાહેરાત કરી હતી કે કંન્ટ્રક્શન વર્ક કંપનીની નવીનતમ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની સાથે ઝડપથી ચાલી રહી છે.

આ સિવાય મંગળવારે એલન મસ્કે લોકોને પોતાની એયરોસ્પેસ કંપની SpaceX માટે દક્ષિણ ટેક્સાસ જવાની અપીલ કરી હતી અને મિત્રોને આવું કરવા માટે પ્રોત્સાહિત કરવાનું કહ્યું હતું.

(5:43 pm IST)