Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નવ વર્ષના બાળકને તેમના વિમાનની ટૂર કરાવી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાંચ રાજ્યોના પ્રચારમાં સતત વ્યસ્ત : ટૂરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બાળકને પ્લેનની દરેક જગ્યા બતાવી રહ્યા છે

નવી દિલ્હી, તા. ૬ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજકાલ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટેના પ્રચારમાં વ્યસ્ત છે.તાજેતરમાં કેરાલામાં તેમણે ઓટો રીક્ષાની સવારી કરી હતી અને તેની તસવીરો પણ વાયરલ થઈ હતી.

હવે રાહુલ ગાંધીએ નવ વર્ષના એક બાળકને પોતાના પ્લેનની ટુર કરાવી છે.આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.જેમાં દેખાય છે કે, રાહુલ ગાંધી બાળકને પ્લેનની દરેક જગ્યાઓ બતાવી રહ્યા છે અને જાણકારી આપી રહ્યા છે.સાથે સાથે રાહુલ ગાંધીએ કેપ્શનમાં લખ્યુ છે કે, કોઈ સપનુ મોટુ નથી હોતુ.અમે અદ્વૈતના સપનાને સાચુ પાડવા માટે પહેલુ ડગલુ ભર્યુ છે.

વિડિયોમાં રાહુલ ગાંધી બાળકને પૂછે છે કે તું મોટો થઈને શું કરવા માંગે છે ત્યારે બાળક જવાબ આપે છે કે, હું પાયલોટ બનવા માંગુ છુ અને એટલા માટે કે મારે ઉડવુ છે.એ પછી રાહુલ ગાંધી બાળકને વિમાનમાં લઈ જવાની અને વિમાનની કોકપીટ બતાવવાની વ્યવસ્થા કરે છે. રાહુલ ગાંધીને આ બાળક કેરાલાના પ્રચાર દરમિયાન મળ્યો હતો.એ પછી રાહુલ ગાંધીએ તેને વિમાનની ટુર કરાવી હતી.ઈન્સ્ટાગ્રામ પર લોકો આ વિડિયો ૧૬ લાખ વખત જોઈ ચુક્યા છે.

(8:08 pm IST)