Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ખાનગી કંપનીઓને મિસાઈલ બનાવવા DRDOની મંજૂરી

હજુ સુધી મંત્રાલયની સંસ્થા મિસાઈલ ડેવલપ કરતી હતી : કંપનીઓ સરફેસ ટુ સરફેસ એર મિસાઈલ સિસ્ટમ પ્રોગ્રામ પ્રોજેક્ટ માટે આગળ આવી, ઉત્પાદન માટે ઉત્સાહ બતાવ્યો

નવી દિલ્હી, તા. ૬ : અત્યાર સુધી સંરક્ષણ મંત્રાલયની સંસ્થા ડિફેન્સ રિસર્ચ એ્ન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા એકલા હાથે ભારતીય સૈન્ય માટે મિસાઈલ ડેવલપ કરાતા હતા.

હવે ડીઆરડીઓએ એક મહત્વનો નિર્ણય કરીને ડેવપલમેન્ટ કમ પ્રોડક્શન પાર્ટનર પ્રોગ્રામ હેઠળ પ્રાઈવેટ સેક્ટરને પણ મિસાઈલ સિસ્ટમ ડેવલપમેન્ટમાં સામેલ કરવાનુ નક્કી કર્યુ છે. સાથે સાથે ખાનગી કંપનીઓને મિસાઈલ પ્રોડક્શન માટે પણ મંજૂરી આપવામાં આવશે.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ડીઆરડીઓના અધિકારીઓનુ કહેવુ છે કે, પ્રાઈવેટ સેક્ટરની કંપનીઓએ પણ મિસાઈલ પ્રોડક્શન માટે ઉત્સાહ બતાવ્યો છે. કંપનીઓ સરફેસ ટુ સરફેસ એર મિસાઈલ સિસ્ટમ પ્રોગ્રામ પ્રોજેક્ટ માટે આગળ આવી રહી છે.

સરકાર મેક ઈન ઈન્ડિયા પોલિસી હેઠળ સૈન્ય ઉપકરણો અને હથિયારો ભારતમાં જ બને તેવા પ્રયાસો કરી રહી છે અને તેના જ ભાગરુપે હવે ડીઆરડીઓએ પ્રાઈવેટ સેક્ટર સાથે ભાગીદારી કરવા માટે તૈયારી બતાવી છે. પ્રાઈવેટ સેક્ટર સાથે મળીને મિસાઈલ સિસ્ટમ ડેવલપ કરવા માટે ડીઆરડીઓએ મંજૂરી પણ આપી છે.

હાલમાં પણ કેટલીક કંપનીઓ સંરક્ષણ ક્ષેત્રે કાર્યરત છે જ. ભારતમાં જ બનાવવામાં આવેલી હોવિત્ઝર ગન તેનુ ઉદાહરણ છે. આ સિવાય કેટલાક હથિયારો અને વાહનો પણ ખાનગી કંપનીઓ બનાવી રહી છે.

(8:09 pm IST)