Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

મુંબઈમાં ૧૪૪મી કલમ : નવા 10 હજારથી વધુ કેસ નોંધાયા : વધુ 31 દર્દીઓના મોત

પોઝિટિવ કેસની સંખ્યા વધીને 4 લાખ 72 હજાર 332 થઈ

મુંબઈ : છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં 10 હજાર 30 નવા કેસ સામે આવ્યા હતા. નવા કેસ સામે આવ્યા બાદ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 4 લાખ 72 હજાર 332 થઈ ગયા છે. સારવાર બાદ એક દિવસમાં હોસ્પિટલમાંથી 7019 લોકોને રજા આપવામાં આવી છે. 31 દર્દીઓના મૃત્યુ થયા છે. મુંબઈમાં વાયરસને કારણે અત્યાર સુધી કુલ 11 હજાર 828 લોકોના મૃત્યુ થયા છે  મુંબઈમાં ૧૪૪મી કલમ લાદી દેવામાં આવી છે.  *ન્યૂઝફર્સ્ટ

(11:49 pm IST)