Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

સેન્સેક્સ અને નિફ્ટીમાં નજીવો વધારો જોવા મળ્યો

કોરોનાના લીધે અર્થતંત્રની ચિંતા વધતાં બજારમાં પલટો : સેન્સેક્સમાં ૪૩ અને નિફ્ટીમાં ૪૬ પોઈન્ટનો ઉછાળો, એશિયન પેઇન્ટ્સમાં સૌથી વધુ ચાર ટકાનો વધારો થયો

મુંબઈ, તા.૬ :  અસ્થિર વેપારમાં મંગળવારે શેર બજારોમાં થોડો વધારો જોવા મળ્યો હતો. દેશમાં કેરોના વાયરસના ઇન્ફેક્શનની સંખ્યામાં ઝડપથી વધારા અને તેની અર્થવ્યવસ્થા પર પડેલી અસર અંગેની ચિંતા વચ્ચે બજારમાં પલટો આવ્યો. બોમ્બે સ્ટોક એક્સચેંજના ત્રીસ શેરના આધારે બીએસઈ સેન્સેક્સમાં કારોબાર દરમિયાન આશરે ૬૬ પોઇન્ટની વધઘટ જોવા મળી હતી. અંતે, તે ૪૨.૦૭ પોઇન્ટ અથવા ૦.૦૯ ટકાના નજીવા વધારા સાથે ૪૯,૨૦૧.૩૯ પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૪૫.૭૦ પોઇન્ટ એટલે કે ૦.૩૧ ટકાના નજીવા વધારા સાથે ૧૪,૬૮૩.૫૦ પોઇન્ટ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ શેરોમાં એશિયન પેઇન્ટ્સમાં સૌથી વધુ તેજી જોવા મળી. તે ૪ ટકા વધ્યો. આ ઉપરાંત સન ફાર્મા, એચયુએલ, એચડીએફસી, ડો. રેડ્ડીઝ, નેસ્લે ઇન્ડિયા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં પણ સારી વૃદ્ધિ છે. બીજી બાજુ, જે શેરોમાં ઘટાડો થયો તેમાં પાવરગ્રીડ, એક્સિસ બેક્ન, ઇન્ડસઇન્ડ બેક્ન, અલ્ટ્રાટેક સિમેન્ટ અને આઈસીઆઈસીઆઈ બેંકનો સમાવેશ થાય છે.

રિલાયન્સ સિક્યોરિટીઝના હેડ ઓફ સ્ટ્રેટેજિક અફેર્સ વિનોદ મોદીએ જણાવ્યું હતું કે સ્થાનિક શેર બજારોમાં ઘણી બધી અસ્થિરતા છે અને શરૂઆતમાં જે સારો વેગ હતો તે ટકાવી શકાય તેમ નથી. આનું કારણ દેશભરમાં કોવિડ -૧૯ કેસમાં વધારો છે અને તેના કારણે વિવિધ રાજ્યોમાં બંધની રોકાણકારોની ધારણાને અસર કરી છે. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી કોરોના વાયરસ પર નિયંત્રણ અથવા અટકાવવામાં આવશે નહીં, તો નજીકના ભવિષ્યમાં બજાર અસ્થિર રહેશે. એશિયાના અન્ય બજારોમાં શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ અને જાપાનની નિક્કીના નુકશાનમાં હતા, જ્યારે દક્ષિણ કોરિયાના કોસ્પીએ વેગ પકડ્યો. યુરોપિયન બજારોમાં બપોરના વહેલા વેપાર ભારતીય સમય પછી બપોરે ખુલ્યા હતા. દરમિયાન વૈશ્વિક ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ ૨.૪૩ ટકા વધીને ૬૩.૬૬ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો છે.યોજનાઓ એવી હોવી જોઈએ જે સમાજની છેલ્લી હરોળમાં ઊભેલા વ્યક્તિ સુધી લાભ પહોંચાડે.

ગાંધીજીની તે મૂળ ભાવનાને ચરિતાર્થ કરવા માટે આપણે અથાગ પ્રયત્નો કર્યા છે. પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકારનું મૂલ્યાંકન તેની ડિલિવરી સિસ્ટમથી થાય છે. આ દેશમાં સરકારોના કામકાજનો નવો મૂળમંત્ર બની રહ્યો છે. આમ છતાં દુર્ભાગ્ય એ છે કે ભાજપ જો ચૂંટણી જીતે તો તેને ચૂંટણી જીતવાનું મશીન કહેવાય છે.

(9:53 pm IST)