Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ગુજરાતના મહાનગરો સહીત 20 શહેરોમાં રાત્રે 8થી સવારે છ વાગ્યા સુધી કર્ફ્યુ : કેન્દ્રની ટીમ ગુજરાત આવશે : સરકારી કચેરીઓમાં શનિ-રવિવારે રજા : મોટા મેળાવડા પર પાબંધી : લગ્ન પ્રસંગમાં 100 લોકોને મંજૂરી : 30 એપ્રિલ સુધી મોટા કાર્યક્રમો બંધ રહેશે: મુખ્યમંત્રી રૂપાણીની અધ્ય્ક્ષતામાં યોજાયેલા હાઈપાવર કમિટીની બેઠક પૂર્ણ : કાલે ફરી રીવ્યુ બેઠક યોજાશે જેમાં લોકડાઉન અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તેવી શક્યતા

રાજકીય અને સામાજિક ક્રાર્યક્રમો પર પ્રતિબંધ રહેશે : જરૂર હોય તો જ ઘરની બહાર નીકળો : મુખ્યમંત્રી રૂપાણીની અપીલ : ટેસ્ટિંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટ પર ભાર મુકાશે : અમદાવાદ , સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલી. સહિતના શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી કર્ફ્યુ : કન્ટેઇમેન્ટ ઝોન બનાવવા અને રસીકરણ સહિતના પગલાં : ઇન્જેક્શનની ઝડપથી સપ્લાઈ વધારશે

ગાંધીનગર : રાજ્યમાં કોરોના કહેર વધતા મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં હાઇપાવર કમિટીની બેઠક મળી હતી જેમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા હતા જેમાં કોરોના સંક્રમણ અટકવાવા ગુજરાતના મહાનગરો સહીત 20  શહેરોમાં રાત્રે 8થી સવારે છ વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ કરવા નિર્ણય લેવાયો છે

 મુખ્યમંત્રીએ વિગતો આપતા જણાવેલ કે રાજ્યની સ્થતીની સમીક્ષા કરવા કેન્દ્રની ટીમ ગુજરાત આવશે, સરકારી કચેરીઓમાં શનિ-રવિવારે રજા રખાશે , મોટા મેળાવડા પર પાબંધી લાગુ કરાઈ છે જયારે લગ્ન પ્રસંગમાં હવે 100  લોકોને મંજૂરી આપી છેઆ આ અગાઉ 200 લોકોને મંજૂરી હતી

 આ ઉપરાંત 30 એપ્રિલ સુધી મોટા કાર્યક્રમો બંધ રહેશે તેમ જણાવાયું હતું રાજ્યના 20 શહેરો અમદાવાદ , સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલી. સહિતના શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે

 મુખ્યમંત્રી રૂપાણીની અધ્ય્ક્ષતામાં  યોજાયેલા હાઈપાવર કમિટીની બેઠક પૂર્ણ: કાલે ફરી રીવ્યુ બેઠક યોજાશે જેમાં લોકડાઉન અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તેવી શક્યતા છે

 મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે આગામી 30 એપ્રિલ સુધી રાજકીય અને સામાજિક ક્રાર્યક્રમો પર પ્રતિબંધ રહેશે ,જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવા મુખ્યમંત્રી રૂપાણી લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે ટેસ્ટિંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટ પર ભાર મુકાશે

 રાજ્યની હોસ્પિટલમાં કોઈપણ અસુવિધા ન થાય તેને માટે સારવાર અપાશે અને ઇન્જેક્શન સહિતની સુવિધા ઝડપી બનાવશે

(10:20 pm IST)