Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

દિલ્હીમાં કોરોના ટેસ્ટનો રેકોર્ડ તૂટ્યો : એક લાખથી વધુ પરીક્ષણો કરાયા : સંક્રમણ દર 5 ટકાથી નીચે આવ્યો

રિકવરી રેટ 95.84 ટકા છે જ્યારે એક્ટિવ દર્દીઓ 2.52 ટકા : મૃત્યુ દર ઘટીને 1.62 ટકા થયો

નવી દિલ્હી : કોરોના કેસોમાં વધારો થતાં આજે દિલ્હીમાં પણ કોરોના ટેસ્ટનો રેકોર્ડ તૂટી ગયો છે. પ્રથમ વખત, એક લાખથી વધુ ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં, 1,03,453 પરીક્ષણો કરવામાં આવ્યા હતા, જ્યારે અત્યાર સુધીમાં કુલ 1,50,75,212 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

દિલ્હીમાં સંક્રમણનો દર 5 ટકાની નીચે આવી ગયો છે. રિકવરી રેટ 95.84 ટકા છે જ્યારે એક્ટિવ દર્દીઓ 2.52 ટકા છે મૃત્યુ દર ઘટીને 1.62 ટકા અને પોઝિટીવીટી રેટ 5 ટકાથી નીચે 4.93 ટકા થઈ ગયો છે.

(10:55 pm IST)