Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

દિલ્હીમાં કોરોનાનો કહેર યથાવત : 24 કલાકમાં 5100 નવા કેસ નોંધાયા : વધુ 17 દર્દીઓના મોત

27 નવેમ્બર પછી પહેલીવાર એક જ દિવસમાં પાટનગરમાં 5000 થી વધુ કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના નવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. મંગળવારે દિલ્હીમાં 5 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા હતા. 27 નવેમ્બર પછી આ પહેલીવાર છે જ્યારે એક જ દિવસમાં પાટનગરમાં 5000 થી વધુ કેસ નોંધાયા છે. અગાઉ 27 નવેમ્બરના રોજ 5482 કેસ નોંધાયા હતા. મંગળવારે રાત્રે દિલ્હીના આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 5100 નવા કેસ નોંધાયા છે. આ સમય દરમિયાન, વધુ 17 દર્દીઓ મૃત્યુ પામ્યા છે

દિલ્હીમાં કોરોના સંક્રમણના કુલ કેસો વધીને 6,85,062 પર પહોંચી ગયા છે, જ્યારે વાયરસના કારણે અત્યાર સુધી 11,113 લોકોનાં મોત નીપજ્યાં છે. માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં, 2340 દર્દીઓ સાજા થયા છે અને કોરોનાથી રિકવર થનારા દર્દીઓની કુલ સંખ્યા 6,56,617 પર પહોંચી ગઈ છે.

, નવા કેસો વધુ હોવાના કારણે અને દર્દીઓનો ઈલાજ થવાના કારણે આ આંકડો વધી ગયો છે. કોરોનાના સક્રિય કેસ દિલ્હીમાં 17,332 સુધી પહોંચી ગયા છે, એટલે કે 17,000થી વધુ લોકો સારવાર લઈ રહ્યા છે.

(10:58 pm IST)