Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

મારી પુત્રવધૂ અને ક્રિકેટર ઈરફાન ખાન પઠાણ વચ્ચે નાઝાઈશ સબંધ: નિવૃત્ત ASIનો મોટો આરોપ

નિવૃત્ત ASI પાસે કોઈ પુરાવા નથી, પુત્રવધૂ સામે અને પોલીસ સામે ફક્ત ખોટા આક્ષેપો છે : પીઆઇ

અમદાવાદ : શહેરના જુહાપુરા વિસ્તારમાં રહેતા અને નિવૃત્ત ASI ઇબ્રાહીમ સૈયદે તેમની પુત્ર વધૂ અને ક્રિકેટર ઈરફાન ખાન પઠાણ સાથે નાઝાયજ સબંધ હોવાના આક્ષેપ કરતો વીડિયો વાઇરલ કરતા ચકચાર મચી ગઇ છે. ક્રિકેટર ઈરફાન ખાન પઠાણ પોલીસ અધિકારીઓ દ્વારા દબાણ કરી અમને પરેશાન કરી અમને ઇન્સાફ આપતા નથી અમે ચોકી પર જઇ ઝેર પી આપઘાત કરી લઈશું. જોકે વેજલપુર પોલીસે બુધવારે 498ના કેસમાં ઇબ્રાહિમ અને તેના પરિવારની અટકાયત કરી જામીન મુક્ત કર્યા હતા. નિવૃત્ત ASIના આક્ષેપોમાં કોઈ પુરાવા આપ્યા હોવાનું વેજલપુર પીઆઈએ જણાવ્યું હતું.

જુહાપુરા હાજીબાવા પાર્ક ખાતે ઇબ્રાહિમ સૈયદ, તેમની પત્ની આરીફા બાનું અને તેમનો દીકરો ઝેદ રહે છે ઝેદ ના લગ્ન યાસમીના બાનું ઉર્ફે હાનિયા સાથે થયા હતા. તેને ગત માર્ચ મહિનામાં વેજલપુર પોલીસ સ્ટેશનમાં 498 સહિતની ફરિયાદ નોંધાવી હતી.

દરમિયાનમાં ઇબ્રાહિમ ભાઈનો વીડિયો વાઇરલ થયો હતો જેમાં તેમણે પુત્ર વધૂ અને ક્રિકેટર ઈરફાન ખાન પઠાણ વચ્ચે નાજાયજ સબંધ હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા અને વેજલપુર પીએસઆઇ પરમાર પણ અમને પરેશાન કરતા તથા ક્રિકેટર ઈરફાન ખાન પઠાણના દબાણથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ દબાણ કરતા હોવાથી અમારી ફરિયાદ લેતા નથી. અમારી પાસે રેકોર્ડિંગ અને પુરાવા પણ પોલીસને આપ્યા છે.

જોકે અંગે વેજલપુર પીઆઇ એલ ડી ઓડેદરાએ જણાવ્યું હતું કે, ઇબ્રાહિમ ભાઈ નિવૃત્ત એએસઆઈ છે તેમને વીડિયો વાઇરલ કર્યો પણ કોઈ પુરાવા કેમ વાઇરલ ના કર્યા કેમકે તેમના પાસે કોઈ પુરાવા નથી અમને પણ કોઈ પુરાવા આપ્યા નથી. પરિણીતાની 498, 323 કેસ બાદ નિવૃત્ત એએસઆઈ એક અરજી લઇ આવ્યા હતા જેમાં ધમકી અને પુત્રવધુ જે પોતાના દાગીના લઇ ગઈ હતી તેની સામે ચોરીની ફરિયાદ લઈ આવ્યા હતા. જોકે સ્ત્રી પોતાનું ધન પાછું લઈ જાય તો તેની સામે ચોરીનો ગુનો બનતો નથી.

જેથી નિવૃત્ત એએસઆઈને પાછા મોકલી આપ્યા હતા બાદમાં તેમને વીડિયો વાઇરલ કર્યો હતો અને પીએસઆઇ પરમાર વિરુદ્ધ આક્ષેપ કર્યા હતા. જો કે, ઈરફાન પઠાણ મહિલાના સબંધી થાય છે. નિવૃત્ત એએસઆઈએ કોઈ રેકોર્ડિંગ કે કોઈ પુરાવા તેમની પુત્રવધુ કે ઈરફાન પઠાણ વિરુદ્ધ આપ્યા હોવાનું વેજલપુર પીઆઇ એલ ઓડેદરાએ જણાવ્યું હતું.

પુત્રવધૂ યાસમીનાએ ગત 11 માર્ચે પતિ ઝેદ, સસરા ઇબ્રાહિમ અને સાસુ આરીફા સામે ફરિયાદ નોંધાવી હતી.જેમાં દહેજ ધારો, મારામારી, ધમકી સહિતની કલમો હેઠળ ફરિયાદ કરી હતી. જોકે ફરિયાદમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, પતિ ઝેદે યાસમીનાને મારમર્યો હતો બાદમાં સાસુએ પણ કેરોસીન છાંટી મારી નાખવાની વાત કરી હતી. સસરા ઇબ્રાહિમે આવી લાફા માર્યા હતા આમ દીકરીનો જન્મ થતા તેને ત્રાસ આપતા હતા

 

(11:54 pm IST)