Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

વૈજ્ઞાનિકોની સલાહ... હર્ડ ઇમ્યુનીટીના ભરોસે ન રહેતા

કોવિડ-૧૯ વાયરસ હાલ અદ્રશ્ય થવાનો નથી : હાર્ડ ઇમ્યુનીટીથી ભારત હજુ દુર

નવી દિલ્હી તા. ૬ : વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે કોરોના વાયરસને લઇને હર્ડ ઇમ્યુનીટી પેદા થવાની સંભાવના નથી. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે વધુમાં વધુ એ થઇ શકે કે કોરોના વાયરસ સંક્રમણ એક એવી બિમારી થઇ જાય જેને સંભાળવા અત્યારની સરખામણીમાં વધુ સરળ થઇ શકશે. અત્રે એ નોંધનીય છે કે દેશ હર્ડ ઇમ્યુનીટીના ભરોસે આ રોગ ઉપર કાબુ મેળવવાની આશાએ બેઠો છે.

ભારતમાં ગયા વર્ષે કોરોના મહામારી પ્રસરી ત્યારે હર્ડ ઈમ્યુનિટી અને એન્ટિબોડીની ખુબ ચર્ચા થઈ હતી. એ વખતે તબીબી નિષ્ણાતો કહેતા હતા કે, જે તે એરિયા કે શહેરના લોકો કોરોના સંક્રમિત થઈ જાય તો તેમની એન્ટી બોડી બની જશે અને ભવિષ્યમાં કોરોનાની સામે તેમનુ શરીર પ્રતિકાર કરી શકશે. પરંતુ હવે તબીબી નિષ્ણાોતનું માનવુ છે કે, કોરોના વાયરસના નવા મ્યુટેન્ટે, એન્ટીબોડી અને હર્ડ ઈમ્યુનીટીની થિયરીને માત કરી દીધી છે. દેશની જાણીતી સંસ્થાઓના આરોગ્ય નિષ્ણાતોનું માનવુ છે કે, જે રીતે કોરોનાની બીજી લહેર પ્રસરી છે તે જોતા નજીકના ભવિષ્યમાં હર્ડ ઈમ્યુનિટી તૈયાર નહી થાય. જેના કારણે કોરોના વાયરસ ફેલાતો જ રહેશે અને મહામારી વકરતી રહેશે. જેના કારણે હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ દાખલ થતા રહેશે. પરંતુ મૃત્યુ આંક ઘટતો રહેશે. વસ્તીના મોટોભાગનાલોકોને કોરોના સંક્રમણ થાય ત્યાર બાદ જ હર્ડ ઈમ્યુનિટી તૈયાર થતીહોય છે.

વર્તમાન સંજોગોમાં હર્ડ ઈમ્યુનિટી માટેના માત્ર બે જ રસ્તા છે. પહેલો એ કે મોટાભાગના લોકો કોરોના સંક્રમીત થઈ જાય અને બીજો એ કે વેક્સિન લઈને. હાલના સંજોગોમાં જેમની રોગ પ્રતિકારશક્તિ મજબૂત નહી હોય તેવા લોકો પણ સરળતાથી કોરોના સંક્રમિતથી બચી શકશે. કારણ કે મોટાભાગના લોકો, રોગપ્રતિકાર શક્તિ મજબૂત થઈ જવાને કારણે કોરોના વાયરસને માનવ શરીરમાં પ્રવેશતા અને શરીરમાં વધુ માત્રામાં ફેલાતો અટકાવી શકાય છે. પબ્લિક હેલ્થ પ્રોટેકશન છે, હર્ડ ઈમ્યુનિટી નહી. વાયરસની સામે લડી ના શકે તેવી વ્યક્તિ જો સંક્રમિત વિસ્તારમાં જાય તો તેને સરળતાથી સંક્રમણ લાગીશકે છે. હર્ડ ઈમ્યનિટી વસ્તી ઉપર આધારિત છે. કોઈ વ્યક્તિ ઉપર નહી. લોકો એક સ્થળેથી બીજા સ્થળે આવ જા કરતા રહે છે. અનેતેઓ નળી રોગ પ્રતિકાર શક્તિને કારણે, સરળતાથી કોરોના સંક્રમણનો ભોગ બને છે. આવા સંજોગોમાં માત્ર તમને વેક્સિન જ રોગ સામે રક્ષણ આપે છે.

કોરોનાની બીજી લહેરે દેશમાં તબાહી મચાવી છે. જે દેશમાં કોરોનાની પહેલી લહેરથી જીત મેળવવામાં આવી છે ત્યાં બીજી લહેરનો કહેર વધ્યો છે. હોસ્પિટલમાં બેડ ફૂલ થવા, દર્દીને ઓકસીજન ન મળવો અને સાથે એમ્બ્યુલન્સની પણ સુવિધામાં મોડું થવું વગેરે બાબતો પણ ચેલેન્જ બની રહી છે. દરેકને લાગી રહ્યું છે કે કોરોનાની બીજી લહેર બાદ ભારત હર્ડ ઈમ્યુનિટી તરફ આગળ વધી રહ્યું છે, આ માટે એકસપર્ટે પોતાની વાત રજૂ કરી છે.

હર્ડ ઈમ્યુનિટીનો અર્થ થાય છે કે વાયરસ એક દેશની મોટી આબાદીને સંક્રમિત કરે છે અને વધારે લોકોને વેકસીન લાગ્યા બાદ શરીરમાં વાયરસની વિરોધમાં એન્ટીબોડી નબળી પડે છે. ભારતની વાત કરીએ તો અન્ય લહેરમાં સંક્રમણ ઝડપી બને છે. આર રેટ પણ ૧.૪૪ ટકા રહ્યો છે. એવામાં દેશણાં એક ભાગ વાયરસની ઝપેટમાં આવી રહ્યો છે.

હૈરાન કરનારી વાત એ છે કે આ તમામ ઉપાયો બાદ પણ ભારત હર્ડ ઈમ્યુનિટીની નજીક પહોંચી શકયું નથી. એમ્સના ડાયરેકટર રણદીપ ગુલેરિયા કહે છે કે દિલ્હીમાં કોરોનાની ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે. અહીં વાયરસ એટલો ફેલાયો છે કે હર્ડ ઈમ્યુનિટીનું સ્ટેજ આવ્યું છે. સીરો સર્વેમાં પણ ૫૦-૬૦ ટકા લોકોમાં એન્ટી બોડી હતી. આ આંકડા કહે છે કે દિલ્હીમાં હર્ડ ઈમ્યુનિટી થઈ છે પણ હવે સ્થિતિ બદલાઈ છે.

આ આંકડાનું માનીએ તો દેશનો મોટો ભાગ કોરોનાની ઝપેટમાં આવી શકે છે. તેમાં હર્ડ ઈમ્યુનિટીની વાત કરવી મુશ્કેલ છે. એકસપર્ટ કહે છે કે હર્ડ ઇમ્યુનિટીની મદદથી દેશને મહામારીથી બચાવી શકાશે નહીં. આ માટે વેકસીનેશન પર ભાર મૂકવો જરૂરી છે. તેનાથી વાયરસની વિરોધમાં ખાસ હથિયાર બનાવવાનું રહે છે. વાયરસ સતત રૂપ બદલી રહ્યું છે. તેના અનેક મ્યુટેશન હોય છે અને આ કારણે પણ હર્ડ ઇમ્યુનિટીના સહારે બેસી શકાય નહીં.

(11:40 am IST)