Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

એકટ્રેસ અભિલાષા પાટિલનું કોરોનાથી નિધનઃ સુશાંત સાથે 'છિછોરે'માં પણ કર્યુ હતું કામ

અભિલાષા પાટિલ મરાઠી સિનેમામાં જાણીતું નામ હતું અને તેમણે ઘણી હિંદી ફિલ્મોમાં પણ કામ કર્યુ હતું: વારાણસીમાં શૂટિંગ પુરૂ કરી મુંબઈ આવ્યા બાદ તેમને કોરોના થઈ ગયો હતોઃ તેઓ છેલ્લા ઘણા સમયથી આઈસીયુમાં એડમિટ હતા

મુંબઈ, તા.૬: 'છિછોરે' સહિત ઘણી હિંદી ફિલ્મોમાં જોવા મળેલાં એકટ્રેસ અભિલાષા પાટિલનું કોરોનાના કારણે મોત થઈ ગયું. તેઓ ૪૭ વર્ષના હતાં અને પોતાની પાછળ પોતાની માતા અને એક દીકરાને વિલાપ કરતા છોડી ગયાં છે. જણાવાઈ રહ્યું છે કે, તેઓ શૂટિંગ માટે વારાણસીમાં હતાં, પરંતુ જયારે મુંબઈ પાછા આવ્યાં તો કોવિડ-૧૯ વાયરસના લક્ષણ જણાયા હતા. જયારે તેમણે ટેસ્ટ કરાવ્યો તો તે પોઝિટિવ આવ્યો હતો.

મરાઠી સિનેમાની જાણીતી એકટ્રેસ અભિલાષા છેલ્લા કેટલાક સમયથી આઈસીયુમાં એડમિટ હતાં. તેમણે 'તે આઠ દિવસ', 'બાયકો દેતા કા બાયકો', 'પ્રવાસ' અને 'તાઝા માઝા અરેન્જ મેરેજ' જેવી ઘણી મરાઠી ફિલ્મોમાં કામ કર્યું. 'બાપમાણૂસ' અભિલાષાની ખૂબ જ લોકપ્રિય મરાઠી સીરિયલ રહી છે. તેમણે દ્યણી સફળ હિંદી ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત ડિઝની હોટસ્ટારની વેબ સીરિઝ 'ક્રિમીનલ જસ્ટિસ'ની બીજી સીઝનમાં પણ કામ કર્યું હતું.

(11:40 am IST)