Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

જાણીતા વાયરોલોજિસ્ટ ડો. ગગનદીપ કાંગે આપ્યા સારા સમાચાર : મે મહિનાના મધ્યમાં કે અંતમાં કોરોનાની સ્થિતિની ગંભીરતા ઘટી શકે છે

નવી દિલ્હી,તા.૬: કોરોના વાયરસના વધતા કેસની વચ્ચે એક સારા સમાચાર આવી રહ્યા છે. વાયરોલોજિસ્ટ ડોકટર ગગનદીપ કાંગે શકયતા દેખાડી છે કે મે મહિનાના મધ્યમાં કે મહિનાના અંતમાં કોરોનાની સ્થિતિની ગંભીરતા દ્યટી શકે છે. આ સમયે કોરોનાના વિરોધમાં વેકસીનની અસર પર પણ ચર્ચા કરાઈ છે. ડોકટર કાંગે લોકડાઉનનું સમર્થન કર્યું છે.

ડોકટર કાંગે મે મહિનાના મધ્ય કે અંત સુધીની સ્થિતિ સારી થવાની શકયતા જોવા મળી રહી છે. આ સમયે તેઓએ ભારતમાં લગાવાયેલી વેકસીનના વખાણ કર્યા છે. તેઓએ કહ્યું કે વેકસીન બીમારી અને ગંભીર બીમારીના વિરોધમાં ઘણી સુરક્ષિત છે. સંક્રમણના વિરોધમાં પણ સુરક્ષા આપી છે. તેઓએ વેકસીન લગાવવાનું સમર્થન કર્યું છે. ભારતમાં કોવિશીલ્ડ અને કોવેકસીનનો ઉપયોગ થઈ રહ્યો છે. આવનારા સમયમાં વેકસીન આ વર્ગમાં સામેલ થશે.

તેઓએ કહ્યું કે જો તમે કોરોના સંક્રમણથી સુરક્ષિત છો તો સાથે જ તેને અન્ય વ્યકિતને આપશે નહીં. આ વેકસીન ગંભીર બીમારી અને મોતની સામે લડી રહી છે. તેઓએ કહ્યું કે ભલે સંક્રમણથી ન બચો પણ સંક્રમણને ઓછું કરી શકે છે. તેઓએ કહ્યું કે ટેસ્ટિંગમાં ઘટાડો થવાની સાથે કેસ વધી રહ્યા છે.લોકડાઉનને લઈને તેઓએ કહ્યું કે લોકડાઉન મદદ કરશે. જો આજથી ૨-૩ અઠવાડિયાના કેસ દ્યટાડવા ઈચ્છીએ તો લોકડાઉન જરૂરી છે. આ વાતને નક્કી કરી લેવી કે ૩ અઠવાડિયામાં કેસ દ્યટશે. તેનાથી લોકો સુરક્ષિત રહેશે અને સાથે માનવ અધિકારોનું ઉલ્લંદ્યન પણ થશે નહીં. ભોજન અને અન્ય તમામ સુવિધાઓ મળશે. ડોકટર કાંગ પંજાબ અને આંધ્રપ્રદેશ સરકારની મહામારીને રોકવા માટે સલાહકારની ભૂમિકા નિભાવી રહ્યા છે.

(3:12 pm IST)