Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

સજા-દંડ ચમર સ્વરૂપમાં લાગુ થવાની સંભાવના નથી : ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મોરિસ

ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મોરિસે સ્પષ્ટતા કરવી પડી : ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મોરિસે ભારતથી પરત આવનારા ઓસ્ટ્રેલિયનોને કેદ અને દંડ ફટકારવા માટેની જાહેરાત કરી હતી

નવી દિલ્હી, તા. : ભારતથી સ્વદેશ પરત ફરવાનો પ્રયત્ન કરનારા ઓસ્ટ્રેલિયન નાગરિકો પર પ્રતિબંધ લગાવવા સંબંધી નિર્ણય લઈને ફસાયેલા ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મોરિસને સ્પષ્ટતા કરવી પડી છે. પોતાના નિર્ણયના બચાવમાં તેમણે મુસાફરોને વર્ષની જેલની સજા થાય અથવા તો તેમને ૬૬,૦૦૦ ઓસ્ટ્રેલિયન ડોલરનો દંડ ભરવો પડે તેની શક્યતા ખૂબ ઓછી છે તેમ કહ્યું હતું. ઓસ્ટ્રેલિયન લોકો પોતાના વડાપ્રધાનના નિર્ણયની આકરી ટીકા કરી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયાની એક કોર્ટ ભારતથી આવનારાઓ પર પ્રતિબંધ સંબંધી નિર્ણય વિરૂદ્ધ દાખલ કરાયેલી અરજી પર સુનાવણી માટે પણ તૈયાર થઈ ગઈ છે. માર્ચ મહિનાથી બેંગલુરૂમાં ફસાયેલા ૭૩ વર્ષીય ઓસ્ટ્રેલિયન ગૈરી ન્યૂમૈને નિર્ણય વિરૂદ્ધ અરજી દાખલ કરેલી છે.

નિર્ણય વિરૂદ્ધની ટીકા વધી રહી છે ત્યારે સ્કોટ મોરિસનનું વલણ નરમ પડ્યું છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, 'મને નથી લાગતું કે કહેવું ઉચિત રહેશે કે સજાઓ ક્યાંય પણ તેના સૌથી ચરમ સ્વરૂપમાં લાગુ થવાની સંભાવના છે, પરંતુ તે એક પદ્ધતિ છે, સુનિશ્ચિત કરવા માટે કે આપણે કોરોના વાયરસને પાછો આવતા અટકાવી શકીએ.'

હકીકતે ઓસ્ટ્રેલિયાએ તાજેતરમાં જ પોતાના નાગરિકો સહિત જેમણે ઓસ્ટ્રેલિયા પરત આવતા પહેલા ભારતમાં ૧૪ દિવસ વિતાવ્યા હોય તે તમામ લોકો પર દેશમાં પરત ફરવા પર પ્રતિબંધ મુક્યો હતો. સ્કોટ મોરિસનના મતે આ દેશના સર્વોત્તમ હિત માટે છે. તે કોરોના વાયરસની ત્રીજી લહેરને રોકશે.

(7:46 pm IST)