Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

નહીં એટલે નહીં ' : વધારે સ્પષ્ટતાની જરૂર નથી : સગીરા ઉપર બળાત્કાર કરનાર આરોપીના જામીન હિમાચલ પ્રદેશ હાઇકોર્ટે ફગાવ્યા

હિમાચલ પ્રદેશ : સગીરા ઉપર બળાત્કાર કરનાર  આરોપીના જામીન હિમાચલ પ્રદેશ હાઇકોર્ટે ફગાવ્યા છે. જેના અનુસંધાને નામદાર કોર્ટે ભારપૂર્વક કહ્યું હતું કે ' નહીં એટલે નહીં ' . આ બાબતે વધારે સ્પષ્ટતાની જરૂર નથી .

'હિમાચલ પ્રદેશ હાઈકોર્ટએ ગઈકાલ  બુધવારના રોજ જણાવ્યું હતું કે અમુક પુરુષો માટે નહીં એટલે નહીં તે સરળ વાત સમજવી મુશ્કેલીરૂપ થઇ પડી છે. 17 વર્ષની સગીર યુવતી ઉપર બળાત્કાર કરવાના આરોપીએ માંગેલા જામીન નામદાર કોર્ટે સ્પષ્ટ ટિપ્પણી સાથે ફગાવી દીધા હતા.

ન્યાયમૂર્તિ અનુપ ચિંતકારાની સિંગલ જજની ખંડપીઠે જણાવ્યું હતું કે યુવતી સેક્સની ના પાડે છે તેનો અર્થ એ નથી કે તે શરમાય છે.તે પોતાની બાબતમાં સ્પષ્ટ છે.તેમછતાં તેના ઉપર બળાત્કાર કરનારને જામીન આપી શકાય નહીં .

ઉલ્લેખનીય છે કે 17 ડિસેમ્બર 2020 ના રોજ સુરેશકુમાર નામક યુવાને પોતાની સગીર ગર્લ ફ્રેન્ડને મોટરમાં લિફ્ટ આપી તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(7:54 pm IST)